સુખડી(Sukhdi recipe in Gujarati)

RITA
RITA @RITA2

#GA4
#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે.

સુખડી(Sukhdi recipe in Gujarati)

#GA4
#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
5વ્યક્તિ માટે
  1. 1બાઉલ ઘઉં નો જીણો લોટ
  2. 1વાટકો ઘી
  3. 1વાટકો ગોળ
  4. 5 ચમચીગુદ
  5. 3 ચમચીસૂંઠ પાઉડર
  6. 1/4 ચમચીમેથી પાઉડર
  7. 20 નંગબદામ
  8. 20 નંગકાજુ
  9. 10 નંગકાળા મરી
  10. 1 વાટકીકોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    પહેલા સુખડી બનાવવા ની વસ્તુ ને તૈયાર કરી લેવી. હવે ઘઉં નો લોટ લઈને ચાળી લેવો. ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેન મુકવુ તેમાં ઘી નાખી દેવું.

  2. 2

    ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી દેવો.હવે લોટ મીક્ષ કરી લેવો. ગેસ ની ફલેમ ધીમી રાખવી. લોટ ને સતત હલાવતા રહેવું.પંદર વીસ મિનીટ સુધી લોટ શેકવો. ત્યાં સુધી મા બાજુ ના ગેસ ઉપર એક પેનમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં ગુદ તળી લેવો.

  3. 3

    બધો ગુદ તળી લેવો. હવે લોટ શેકાઈ ગયો છે. ગેસ બંધ કરી દેવો. હવે તેમાં ગુદ ને વાટકી ની મદદથી સહેજ ભુકો કરી લેવો. હવે કાજુ, બદામ ની કતરણ કરી લેવી.

  4. 4

    હવે શેકેલા લોટ મા ગુદ નાખી દેવો.તેમાં સુઠ,મેથી પાઉડર,કાજુ બદામ ની કતરણ, મેથી પાઉડર,મરી નો અધકચરો ભુકો અને ટોપરાનુ ખમણ નાખી દેવા. બધું મીક્ષ કરી લેવું. બધુ સરખું મીક્ષ કરી લેવું.

  5. 5

    બધું મીક્ષ થઈ જાય પછી તેમા ગોળ નાખી ને સરખું મીક્ષ કરી લેવું પછી તેમા થોડું ઘી નાખી દેવું.

  6. 6

    હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી મા પાથરી દેવું. તો તૈયાર છે સુખડી.

  7. 7

    થોડી ઠરે પછી છરી કાપા કરી લેવા. તો તૈયાર છે સુખડી. ઠંડી ની સીઝન મા બહુ ખાવાની મજા આવે છે.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes