રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)

#BW
#cookpadgujarati
#cookpad
શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે.
હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે.
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW
#cookpadgujarati
#cookpad
શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે.
હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને પાણીથી ધોઈ તેને સમારી લેવાના છે. આ સમારેલા રીંગણા ને કુકરમાં બાફી લેવાના છે. બફાઈ જાય એટલે તેને મેસર વડે મેશ કરી લેવાના છે.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, સમારેલા મરચા અને સમારેલી ડુંગળી ઉમેરવાના છે.
- 3
બારીક સમારેલું લસણ ઉમેરી બધું બરાબર રીતે સાંતળી લેવાનું છે.
- 4
હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરી તે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કુક થવા દેવાના છે.
- 5
ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી કુક થવા દેવાનું છે. હવે તેમાં મેસ કરેલા રીંગણા ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી ફરી પાંચ મિનિટ માટે કુક થવા દેવાનું છે. જેથી આપણો રીંગણાનો ઓળો સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.
- 6
કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરી શકાય.
- 7
મેં રીંગણાના ઓળાને બાજરાના રોટલા અને દહીં સાથે સર્વ કર્યો છે.
- 8
Similar Recipes
-
બેંગન ભરથા (began bharta recipe in gujarati)
શિયાળાની ઋતુમાં કાઠિયાવાડમાં લોકપ્રિય વાનગીમાં રીંગણા નો ઓળો બને છે.તે બાજરાના રોટલા, મકાઈના રોટલા કે જુવારના રોટલા સાથે પીરસાય છે સાથે લીલી ડુંગળી, ગોળ અને છાશ અથવા તો દહીંનો વપરાશ થાય છે. Khilana Gudhka -
રીંગણ ઓળો (Baingan Bharta Recipe In Gujarati)
શિયાળો આવી ગયો છે અને શોખીન ગુજરાતીઓના ઘરમાં રીંગણનો ઓળો પણ બનવાનો શરૂ થઈ જ ગયો હશે. રીંગણનો ઓળો કે પછી બેંગન ભરથા તરીકે જાણીતી આ વાનગી શિયાળામાં ખાવાનો જલસો પડી જાય. તે સ્વાસ્થ્ય માટે તો સારો છે જ પણ તેમાં લીલી ડુંગળી અને લસણ પણ આગળ પડતા હોવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. રીંગણના ઓળાની સાથે બાજરી કે મકાઈનો રોટલો મળે એટલે મોજે મોજ.#bainganbharta#ringanolorecipe#Kathiyawadithali#cookpadgujarati Mamta Pandya -
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો રોટલા સાથે ખાવા ની મજા આવે છે આજે આપણે મેગી મસાલા નો ઉપયોગ કરી ઓળો બનાવ્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. 😋#MaggiMagicInMinutes#Collab#રીંગણનોમેગીમસાલાઓળો Urvashi Mehta -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)
#CB8#week8#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં રીંગણાં ખૂબ મીઠા અને કૂણા આવે છે. રીંગણ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેવી કે રીંગણા બટેટા નું શાક, રીંગણા નો ઓળો, ભરેલાં રીંગણાનું શાક વગેરે. મેં આજે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે જે લોકોને રીંગણા પસંદ ના હોય તેમને પણ આ શાકનો ટેસ્ટ ભાવી જાય છે. ચણાના લોટમાં સીંગદાણાનો ભૂકો અને મસાલો ભેળવી રીંગણ માં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી ભરેલા રીંગણાને તેમાં કુક કરવામાં આવે છે. આ શાકનો ખાટો, મીઠો અને તીખો સ્વાદ નાના મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ શાક ને રોટલી, રોટલા, ઘઉં બાજરાના ખાખરા કે પરાઠા સાથે સર્વ કરી શકાય. કાઠિયાવાડમાં આ શાકમાં થોડું દહીં ઉમેરીને પણ ખાવામાં આવે છે. Asmita Rupani -
સ્મોકી બેંગન ભરથા (Smokey Baingan Bharta Recipe In Gujarati)
#WLD#CWM1 #Hathimasalaશિયાળો હોય અને રીંગણ ભડથું ના બને એવું તો બને જ નહીં આ વખતે મેં તેમાં લસણ લીલા મરચા ટામેટું બધું શેકીને નાખીયુ છે અને એકદમ સ્મોકી ફ્લેવર આપેલ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
રીંગણા નો ઓળો
#2019 મારી મન પસંદ ની વાનગી રીંગણા નો ઓળો છે. સામાન્ય રીતે આજ કાલ ટ્રેડિશનલ ફૂડ નુ ચલણ ખૂબ વધ્યું છે રીંગણા નો ઓળો રોટલા સાથે સ્વાદિષ્ટ લાગે છે અને પ્રસંગો મા પણ બનાવવા લોકો લાગ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો બે રીતે થાય એક તો કાચો અને બીજો વઘારેલો અહીં મેં કાચો રીંગણા નો ઓળો બનાવ્યો છે.શિયાળો આવે એટલે રીંગણા નો ઓળો તો હોય હોય ને હોય જ શિયાળાની ઠંડીમાં રીંગણા નો ઓળો ખાય અને આપણામાં પણ કુરતીઆવી જાય છે. Varsha Monani -
દૂધીનો ઓળો
#KS6(દૂધીનું શાક)આ એક દુધી માંથી બનતી નવી જ વાનગી છેજે બનાવવી સરળ પણ છે તેમજ ઘરના બધા જ સદસ્યને પણ ભાવે તેવી છેઆપણે રીંગણ માંથી ઓળો બનાવતા જ હોઈએ છીએ પરંતુ અહીં મેં દૂધીનો ઓળો બનાવેલ છે Kajal Ankur Dholakia -
લીલા રીંગણાં નો લીલો ઓળો
#BW #લીલા_રીંગણાંનો_લીલો_ઓળો#SN2 #Vasantmasala #aaynacookeryclub #પંજાબીસ્પેશિયલ #લીલોઓળો #ગ્રીનઓળો#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલીલા રીંગણ નો લીલો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીલી સામગ્રી નો વધુ ઉપયોગ થાય છે. લાલ મરચુ પાઉડર ની બદલે લીલા મરચા નો ઉપયોગ ખાવાની તીખાશ પ્રમાણે કરવામાં આવે છે. Manisha Sampat -
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EB#week1#MA ભીંડી દો પ્યાઝા ની રેસીપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે. આ સબ્જી મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે છે તો આજે મને થયું કે લાવને તેમની પાસેથી આ રેસીપી શીખુ અને તમારી સાથે શેર કરું. આ સબ્જીમાં ભીંડી ની સાથે ડુંગળી, લસણ અને ટમેટાંનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેને લીધે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે. Asmita Rupani -
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCસામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે. Deval maulik trivedi -
રીંગણ કોબી નો ઓળો (Ringan Cabbage Oro Recipe In Gujarati)
#MBR3#week3 શિયાળા માં તાજા મોટા રીંગણા ખુબ આવે છે.જેનો ઓળો બને છે. મેં અહીંયા રીંગણાની સાથે કોબી નો યુઝ કરીને ઓળો બનાવ્યો છે જે સ્વાદમાં લાજવાબ બને છે અને રોટલા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા મા રીંગણા નો ઓળો ગુજરાતીઓ માટે સ્પેશિયલ વાનગી છે. રીંગણા ને શેકીને ઓળો બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે. Hetal Siddhpura -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india (રીંગણ ના ઓળો) Saroj Shah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (31)