અમૃતસરી આલુ & મુલી પરાઠા (દિલ સે)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadgujarati
#cookpadindia
#punjabiparatha
પંજાબી ફેમિલીમાં પરાઠા love and affection,તથા ઘી અને બટર થી બને છે. જો તમે હેલ્ધી લાઈફ સ્ટાઈલ લીડ કરતા હો તો પરાઠાને હોમમેડ ઘીમાં શેકવા. પંજાબી પરોઠા એક યુનિવર્સલ ડિશ બની ગઈ છે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ગમે તેમાં લઈ શકાય છે. આ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પણ બની ગયું છે.
🔷️ટીપ : મૂળાને છીણી લીધા પછી હાથમાં લઈને મુઠ્ઠી વાળી પાણી નિતારી લેવું. તેવી જ રીતે મૂળાના પાનને પણ ચોપ કર્યા પછી બધું જ પાણી નિતારી લેવું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળાના પાનને ધોઈ અને કોરા કરી લેવા. એક નંગ મુળા ને પણ ધોઈ, કોરો કરી છીણી લેવો. ત્યારબાદ તેમાંથી બધું જ પાણી નિતારી લેવું. બટાકા બાફી લેવા. ચોપરમાં મૂળાના પાન, મરચાં, આદુ, લસણ ચોપ કરી લેવું. ચોપ કરેલી તમામ સામગ્રીમાંથી પણ પાણી નિતારી લેવું.
- 2
જીરુ, વરિયાળી,સુકા ધાણા, મરીને શેકી અને વાટી લેવા.
- 3
ચણાના લોટને ધીમા તાપે ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લેવો. ઠંડો પડવા દેવો.હવે એક પ્લેટમાં મેશ કરેલા બટાકા, મૂળા નું છીણ, ચોપ કરેલ મૂળાની ભાજી સાથેની અન્ય સામગ્રી લઈ લેવી. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા, શેકેલ ચણાનો લોટ તથા મીઠું એડ કરી અને મિક્સ કરો.
- 4
વાટેલ સૂકો મસાલો તૈયાર કરેલ મિક્સરમાં નાખી મિક્સ કરી દો.
- 5
હવે ઘઉંના લોટમાં તેલનું મોવણ તથા મીઠું નાખી પરોઠાનો લોટ તૈયાર કરી લેવો. 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. હવે આ લોટને સરસ મસળી અને તેમાંથી પરોઠાનો થોડો મોટો લુવો લઇ લો. રોટલી જેવડું વણી લો. આલુ, મુલી નું તૈયાર કરેલ મિક્સર નો એક ગોળો તેની પર મૂકો. તેની ઉપર લીલા ધાણા છાંટો.
- 6
અટામણ ની મદદથી તેને વણી લેવું. ફોટામાં બતાવ્યા પ્રમાણે મોલ્ડની મદદથી તેને કટ કરી લેવું. સાઈડ માંથી તેની કિનારી થોડી ફાટી હશે તો હાથની મદદથી બધી જ સાઈડ દબાવી દેવી.
- 7
હવે ગેસ પર ગરમ મુકેલ તવીમાં આ પરોઠો મૂકો.ઘી લગાવી અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લેવા.
- 8
આ મનમોહક આલુ, મુલી પરોઠાને સર્વ કરેલ છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)