સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ તેમાં મેંદો, મીઠું, ગરમ તેલ ઉમેરી મિક્સ કરી થોડું થોડું કરીને પાણી ઉમેરી પૂરી જેવો થોડો કઠણ લોટ બાંધો અને લોટ ને ઢાંકીને મૂકી દો ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લો.
- 2
સ્ટફિંગ માટે એક કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, લીલા સમારેલ મરચા ઉમેરી ત્યાર બાદ હળદર ઉમેરો.
- 3
હવે તેમાં બાફેલા વટાણા અને બટાકા ઉમેરી તેને છૂંદી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું ઉમેરી મિક્સ કરી છેલ્લે કોથમીર અને વરિયાળી ઉમેરી મિકસ કરી સમોસા માટે નો માવો(સ્ટફિંગ) બનાવી લો.
- 4
હવે સમોસા બનાવવા માટે એક નાનો બોલ સાઈઝ નો લુવો બનાવી પાતળી પૂરી વણી લો.પૂરી ને વચ્ચે થઈ કાપી લઈ વણેલી પૂરી ના 2 ભાગ કરો અને એક ભાગ માં 2 ચમચી જેટલુ સ્ટફિંગ ભરી ત્રિકોણ આકાર માં સમોસા ને રોલ કરો..કિનારી ઓ ને ચોંટાડવા પાણી અથવા મેંદો અને પાણી ની પેસ્ટ બનાવી લગાવી શકો.
- 5
આ રીતે બધા સમોસા બનાવી લીધા પછી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય પછી ધીમાં તાપે સમોસા ને તળી લો.
- 6
સર્વ કરવા એક પ્લેટ માં સમોસા મૂકી તેની પર આંબલી ની ચટણી, સમારેલ જીણી ડુંગળી,સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (4)