સુરતી લોચો(surti locho recipe in Gujarati)

# માઇઇબુક,# પોસ્ટ ૨, સુપર સેફ ૨, ગોલ્ડ ઍપરન
સુરતી લોચો(surti locho recipe in Gujarati)
# માઇઇબુક,# પોસ્ટ ૨, સુપર સેફ ૨, ગોલ્ડ ઍપરન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણા ની દાળ અને અડદની દાળ ને ૫ થી ૬ કલાક માટે પાણીમાં પલાળી દઈશું.
- 2
હવે મિક્સરમાં ચણાની દાળ અને અડદની નાખી લેશૂ હવે પાંચ મિનિટ માટે બોળેલા પૌંઆ ને મિક્સર જારમાં નાખી દેવા.
- 3
ત્યારબાદ મિક્સર જારમાં દહીં અને પાણી નાખીને આ બધુ બરાબર વાટી લેવુ
- 4
ત્યારબાદ મિક્સર જારમાં થી બધુ બેટર એક બાઉલમાં કાઢી લો. હવે આ બેટર ને આથો લાવવા માટે પાંચથી છ કલાક માટે ઢાંકી ને કોઈપણ ગરમ જગ્યાએ મૂકી દેવું .
- 5
ત્યારબાદ પાંચથી છ કલાક પછી બેટર ને ખોલી લઈશું હવે બેટર મા મસાલા કરશુ.
- 6
હવે બેટર મા લીલા મરચા ની પેસ્ટ, એક ચમચી આદુની પેસ્ટ,૧/૪ ચમચી હળદર પાઉડર, હીંગ અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખીને બધુ બરાબર મિક્સ કરી લેવું.
- 7
હવે જેટલા કપ બેટર છે એટલો જ પાણી નાખો અને હવે બરાબર મિક્સ કરી લો.
- 8
હવે લોચો બનાવવા માટે એક સ્ટીમર લઈ સ્ટીમરમાં તેલથી ગ્રીસ કરેલી એક ડીસ મુકો અને આને પાંચ મિનિટ સુધી સ્ટીમ અને ગરમ કરવા મૂકો
- 9
ત્યારબાદ લોચા ના બેટર માં એક ચમચી ઈનો નાખીને બરાબર મિક્ષ કરી લેવું. હવે ઞરમ કરેલી ડીશ માં લોચા નો બેટર પાથરી બેટર ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો. હવે આને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દો.
- 10
પંદરથી વીસ મિનિટ બાદ સ્ટીમર માંથી લોચા ની ડીશ કાઢીને લોચા ઉપર લોચા નો મસાલો છાતી લેવો.
- 11
ત્યારબાદ એક પ્લેટમાં લોચા ને સર્વ કરવા માટે લોચા ઉપર થોડો લોચાનો મસાલો, કોથમીર અને એક ચમચી બટર લગાવીને સર્વ કરી શકો છો
- 12
હવે આપણો ગરમા ગરમ લોચો ખાવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ