શીંગ ની ચીકી(Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે એક લોયામાં ગોળને ઓગાળી તેની આપણે પાઈ કરી લેશું.
- 2
પાંચ થી દસ મિનિટ પાઈ લેતા થશે, તેને આપણે ધીમા તાપ ઉપર કરીશું (પાઈ થઈ છે કે નહીં તે ચેક કરવા માટે પાણીમાં પાણીમાં બુંદ પાડી તેમાં ચેક કરીશું જો કટ જેવો અવાજ આવે તો પાઈ થઈ ગઈ હશે).
- 3
તેમાં આપણે ઘી અને સોડા ઉમેરી અને પાઈ લેશું(સોડા નાખવાથી ચીકી કડક થાય છે) પાઇ આવી જાય એટલે તેમાં સીંગના દાણા ઉમેરી દેશું.
- 4
બરાબર રીતે હલાવી, એક થાળીમાં ઘી થી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ ઉમેરી, તેને પાથરી, ચોસલા પાડી લેશું.
- 5
તો તૈયાર છે શિયાળામાં ખવાય એવી શીંગની ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14399737












ટિપ્પણીઓ (5)