કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

#EB
#cookpad
#cookpadindia
#foodforlife1527
ઇ બુકમાં કાલા જામુનનુ નામ આવ્યું એટલે બનાવવાનું મન થયું. મલાઈની છાશમાંથી પનીર બનાવ્યું . કાલાજામમાં માવો પણ વપરાતો હોય છે. પરંતુ ઘરમાં હતો નહી. તો મિલ્ક પાઉડરનો ઉપયોગ કરી કાલા જામુન બનાવ્યા... બહુ સરસ બન્યા.

રાંધવાની સૂચનાઓ
- 1
મલાઈની છાશને ૧૦ મિનિટ ગરમ કરવાથી પનીર અને પાણી અલગ થઇ જશે. પનીરને ચોખ્ખા પાણીમાં ધોઇ કોટનના કપડાંમાં નાંખી નિચોવીને ૧-૨ કલાક માટે લટકાવીને રાખો જેથી બધુ પાણી નીકળી જશે. થોડું પાણી રહી જાય તો પણ ચાલે. એક પેનમાં ખાંડ અને પાણી, ઇલાયચી પાઉડર ઉમેરી તાર વગરની થોડી મધ જેવી ચીકાશ આવે તેવી ચાસણી બનાવી લેવી.
- 2
હવે પનીર, મિલ્ક પાઉડર, ખાંડ, ઇલાયચી પાઉડર, સોડા નાંખી હથેળીના નીચેના ભાગથી મુલાયમ થાય ત્યાં સુધી મસળો. મુલાયમ લંબગોળ ગોળા વાળી લેવા.
- 3
એક કઢાઇમાં ઘી ગરમ કરવા મુકી મધ્યમ તાપે ગોળા કાળા થાય ત્યાં સુધી તળવા. ૧ ચમચી ખાંડ નાંખેલી હોવાથી ગોળા કેરેમલાઇઝ થઇ કાળા અને ચ્યુવી બનશે. હવે ગરમ કાલાજામને ગરમ ચાસણીમાં ડુબાડવા.
- 4
૮-૧૦ કલાક ચાસણીમાં રાખવાથી કાલાજામમાં સરસ ચાસણી ભળી જશે. કાલાજામને ડ્રાયફ્રુટ્સ મિક્સથી સ્ટફ પણ કરી શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)