ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#EB
#COOKPADINDIA
#COOKPADGUJRATI
WEEK3
અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે.

ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
#COOKPADINDIA
#COOKPADGUJRATI
WEEK3
અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 વ્યકિત માટે
  1. 250 ગ્રામ તોતા કેરી
  2. 250 ગ્રામ દેશી ગોળ
  3. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચી મીઠું
  5. 1 ચમચી ધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાચી કેરીને ધોઇને તને કોરી કરીને તેની છાલ કાઢીને તેને છીણી લો.

  2. 2

    હવે તેમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરીને બે-ત્રણ મિનિટ રહેવા દો પછી બંને હાથમાં આ છીણ લઈને દબાવીને તેમાંથી વધારાનું પાણી કાઢી લેવું.

  3. 3

    હવે તેમાં લાલ મરચું ધાણાજીરું અને ઝીણો સમારેલો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરીને ઢાંકીને બે કલાક રહેવા દો. પછી આ છુંદા ને ફરીવાર બરાબર હલાવી લો પછી તે ઉપયોગમાં લઈ શકો છો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes