કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)

ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું હિંગ જીરું અને મોણ નાખી ને પરાઠા નો લોટ બાંધી લેવો અને એને સાઈડ પર મૂકી દેવો.
- 2
લીલવા, વટાણા અને ચણા ને મિક્સર માં ક્રશ કરી લેવા. હવે એક પેન માં તેલ મૂકી એમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ વઘારવી. પછી એમાં આ મિશ્રણ નાખી ને બધા મસાલા ઉમેરી ને સરખું હલાવી લેવું.
- 3
પછી એને ૪ ૫ મિનિટ ચડવા દેવું. પછી ગેસ બંધ કરી ઠંડુ પાડવા એવું.
હવે લોટ ના લુવા માં આ મિશ્રણ ભરી ને પરાઠા વણી લેવો. ઘી કે તેલ થી શેકી લેવા. - 4
એને ગરમ ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)