હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#NRC
#cookpadgujarati
મેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે.

હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)

#NRC
#cookpadgujarati
મેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિ.+ ૧કલાક
૪ નાન
  1. ૧/૨ કપમેંદો
  2. ૧/૨ કપઘઉંનો લોટ
  3. ૧૦-૧૫ પાલકના પાન
  4. ૧ ટી સ્પૂન બેકિંગ પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂન ખાવાના સોડા
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૧ ચમચીઘી
  8. ટી. સ્પુ. ખાંડ
  9. ૨ ચમચીદહીં
  10. ૧ ચમચીતેલ
  11. સ્પ્રેડ કરવા માટે
  12. ૨ ચમચીમંગરેલા
  13. ૩ ચમચીબટર
  14. ૩ ચમચીગાર્લિક પેસ્ટ
  15. ૩ ચમચીસમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦મિ.+ ૧કલાક
  1. 1

    સૌપ્રથમ પાલકના પાન ની ઉકળતા પાણીમાં નાખી બે મિનિટ માટે બ્લાંચ કરી તેની પેસ્ટ બનાવી લેવી હવે એક પહોળા વાસણમાં ઘઉં અને મેંદા નો લોટ લઈ તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું ખાંડ ઘી અને દહીં અને પાલકની પેસ્ટ નાખી જરૂર પડે તો એક 2 ચમચી પાણી નાખી લોટ બાંધી લેવો અને ઉપર તેલ લગાવી કલાક ઢાંકીને રાખવું.

  2. 2

    હવે તેને મસળી એક સરખા લુવા બનાવી લેવા તથા બીજી સામગ્રી તૈયાર રાખવી.

  3. 3

    હવે લુવો લઇ તેને લંબગોળ શેપમાં વણી તેના પર બટર લગાવી મંગરેલા, કોથમીર અને ગાર્લિક સ્પ્રેડ કરી વેલણથી હળવા હાથે વણી પ્રેસ કરી દેવું.

  4. 4

    હવે નાનના પાછળના ભાગમાં પાણી લગાવી એ ભાગ ગરમ લોઢી પર મૂકો. જ્યારે શેકાવા આવશે એટલે નાન પર બબલ્સ થવા લાગશે.

  5. 5

    ત્યારે સાણસીની મદદથી લોઢીને ઉંધી પકડી ડાયરેક્ટ ગેસ પર નાન ને ચારે બાજુ શેકી લેવી અને ત્યારબાદ શેકાઈ જાય એટલે તવેથા ની મદદથી કાઢી નીચે ઉતારી લેવું. તો ફોટામાં બંને ભાગ જોઈ શકાય છે.

  6. 6

    હવે બટર લગાવી સબ્જી અને છાશ સાથે હરિયાળી ગાર્લિક બટર નાન સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes