ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)

#WK1
#Cookpadindia
#Cookpadgujarati
#Winterspecial
શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે અને ઠંડીમાં ગરમા ગરમ ચાપડી શાક ખાવાની ખૂબજ મજા આવે છે.
ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)
#WK1
#Cookpadindia
#Cookpadgujarati
#Winterspecial
શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે અને ઠંડીમાં ગરમા ગરમ ચાપડી શાક ખાવાની ખૂબજ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી નો લોટ લઈ તેમાં મીઠું, તલ અને જીરું નાંખવું. તેલ નાખી ને ગરમ પાણી થી કડક લોટ બાંધવો. 5-10 મિનિટ રેસ્ટ આપી હાથ થી લુવા કરી ને દબાવી ચાપડી બનાવવી. ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લેવી. તૈયાર છે ચાપડી.
- 2
બધા સુકા મસાલા લઈ ને તેમાં પાણી નાખી પેસ્ટ બનાવવી. ડુંગળી, ટામેટા લસણ, આદું મરચાં ની પેસ્ટ બનાવવી. બધા શાકભાજી ધોઈ સમારી લો.
- 3
કુકર માં તેલ મૂકી તેમાં મસાલો નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાંખી સાંતળવું. હવે તેમાં બધા શાકભાજી નાખી મીઠું અને પાણી નાખી 2-3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય એટલે કોથમીર ઉમેરો. તાવો તૈયાર.
- 4
ભજીયાં માટે બધી સામગ્રીને મિક્સ કરી ને નાના નાના ભજીયા બનાવી તળવા.
- 5
ગરમગરમ તાવો, ભજીયા અને ચાપડી શાક લીલા ધાણા, લસણથી ગારનીશ કરી બધુ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (9)