મલ્ટીગ્રેઇન કાટલું (Multi Grain Katalu recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#winterkitchenchallenge
#week1
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#katlu
#multigrain
#healthy
#vasanu
#winterspecial
કાટલાં પાક એ ગુજરાતનું એક પરંપરાગત વસાણું છે. ખાટલાના મસાલામાં ઘણા બધા વસાણા સમાવેશ કરવામાં આવે છે જે શરીરની કમજોરી દૂર કરી શક્તિ આપે છે અને સ્ફૂર્તિ પણ આપે છે. કાટલાં પાક માં ઘઉંનો લોટ, ગોળ અને ઘી સાથે ઘણા બધા વસાણાં અને સૂકામેવા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. મેં અહીં આઠ જુદા જુદા લોટ નો ઉપયોગ કરીને કાટલાં પાક તૈયાર કરેલ છે. સાથે બીજા વસાણા અને સૂકો મેવો ઉમેરયા છે. તેમાં ગુંદર પણ ઉમેરવામાં આવે છે જે કમરના દુખાવા તથા અન્ય વાની તકલીફ માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળાની ઠંડીમાં નિયમિત માત્રામાં દરરોજ તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડે છે આ ઉપરાંત પ્રસુતિ બાદ સ્ત્રીને આ કેટલાક મહિના સુધી ખવડાવવાથી તેનામાં જલ્દી શક્તિ આવે છે સ્કુર્તી આવે છે, અને બાળક માટે પણ ખૂબ જ ફાયદાકારક રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
6 વ્યક્તિ માટે
  1. 200ઘઉંનો લોટ
  2. 200 ગ્રામમિક્સ લોટ (અડદ, ચણા, સોયાબીન, રાગી, જવ,જુવાર, બાજરી)
  3. 300 ગ્રામદેશી ગોળ
  4. 400 ગ્રામઘી
  5. 1ચમચો કણી ગુંદર
  6. સો ગ્રામ કાટલું પાવડર
  7. 1જાયફળ છીણી લેવું
  8. પા ચમચી ઈલાયચીનો પાવડર
  9. અડધો કપ ઝીણી સમારેલી સોફ્ટ ખજૂર
  10. 1 કપડ્રાયફ્રુટ ની કતરણ(બદામ, પિસ્તા, અખરોટ, રાજુ)
  11. 1કાચલી ટોપરું છીણી લેવું
  12. 2 ચમચીસૂંઠ પાવડર
  13. 1 ચમચીગંઠોડા પાવડર
  14. અડધી ચમચી મરી પાવડર
  15. પા ચમચી તજનો પાવડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વખત આ લોટને ચાળી લેવા. ડ્રાયફ્રુટ ની કતરણ કરી લેવી, જાયફળ અને કોપરાની કાછલી ને છીણી લેવી અને ઈલાયચીનો ભૂકો કરી લેવો.
    ગોળ છીણી લેવો અથવા તો ઝીણા સમારી લો.

  2. 2

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી ગરમ થાય એટલે તેમાં ગુંદરને તળી લો પછી તેને એક ડિશમાં કાઢી ને દસ્તા અથવા તો વાટકીની મદદથી દબાઈને ભુક્કો કરી લો.

  3. 3

    હવે તે જ ઘી માં બધા લોટ ઉમેરીને ધીમા તાપે સતત હલાવીને શેકતા રહો. લોટ શેકાઈ ને હલકો થઇ જશે અને તેની સરસ સુગંધ આવવા મળે ત્યાં સુધી શેકો. હવે તેમાં ટોપરાનું છીણ, ડ્રાયફ્રુટ ની કતરણ અને ઝીણી સમારેલી ખજુર ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે શેકો.

  4. 4

    હવે તેમાં ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, તજ નો પાવડર, મરી પાવડર સુંઠ અને ગંઠોડાનું ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં કાટલું પાવડર ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે શેકો.

  5. 5

    હવે તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો ગેસ બંધ કરી લો

  6. 6

    એક થાળી ને ઘી થી ગ્રીસ કરીને તૈયાર કાટલું કાઢી દો અને પછી તેના ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ તથા ટોપરા ની છીણ ભભરાવીને વાડકીથી સહેજ દબાવી દો. 10 મિનિટ પછી તેમાં કાપા પાડી દો.

  7. 7

    તો તૈયાર છે વસાણા થી ભરપૂર એવો મલ્ટીગ્રેઇન કાટલા પાક સર્વ કરવા માટે. તૈયાર કાટલા પાકને એક ડબ્બા માં ભરીને રાખો અને રોજ સવારે એક ટુકડો ખાવાથી તે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

  8. 8

    સર્વિંગ ડીશ માં લઈને મનપસંદ રીતે સજાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes