બ્રોકોલી પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#હેલ્થી
#india
બ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૬ વ્યક્તિ
  1. લાેટ માટે:
  2. 2 કપઘઉંનાે લાેટ
  3. 1/2 કપમેંદાનાે લાેટ
  4. 1/4 ચમચીમીઠું
  5. પાણી લાેટ બાંધવા
  6. પરાઠાના પુરણ માટે:
  7. 1 કપસમારેલી બ્રોકોલી
  8. 1 ચમચીઘી
  9. 1 ચમચીલાલ મરચાની પેસ્ટ
  10. 1/4 ચમચીલાલ મરચા પાવડર
  11. 1/2 ચમચીધાણા જીરુ પાવડર
  12. 1/2 ચમચીગરમ મસાલાે
  13. 1 ચમચીચણાનાે લાેટ
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પરાઠા માટે લાેટ બાંધી લાે, એના માટે એક તપેલીમાં ઘઉંના લાેટ, ચાેખાનાે લાેટ અને મીઠું બધું બરાબર મીક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરી રાેટી જેવાે નરમ લાેટ બાંધી લાે.

  2. 2

    હવે બ્રોકોલી ને બરાબર સમારી લાે. પછી પેન ગરમ થાય એટલે એમા ઘી લાે, થાેડું ઘી ગરમ થાય એટલે મરચાની પેસ્ટ ઉમેરાે.

  3. 3

    પછી એમા સમારેલી બ્રોકોલી ઉમેરી લાે અને 2-3 મીનીટ માટે થવા દાે (થાેડી નરમ થઇ જશે અને રંગ પન વધારે લીલાે થશે).

  4. 4

    ત્યારબાદ બધા મસાલા ઉમેરી મીક્ષ કરી લાે. અને 2-3 મીનીટ માટે થવા દાે. પછી છેલ્લે ચણાનાે લાેટ ઉમેરી ને મીક્ષ કરી ગેસ બંધ કરી દાે. અને એક તપેલીમાં કાડી થાેડું ઠંડું ધવા દાે.

  5. 5

    હવે લાેટમા થી એક સરખા ભાગ કરી લાે. રાેટી જેવી પતલી રાેટલી બનાવી વચ્ચે પુરણ ભરી લાે અને બીજી રાેટી બનાવી પુરણની ઉપર મૂકી કાેર થી થાેડું દબાવી દાે. (નીચે ફાેટાેમા બતાવ્યું છે એ રીતે રાેટી કરાે).

  6. 6

    બીજા પરાઠા આપને બનાવ્યા મુજબ જ પુરણ ભરીને પરાઠા કરી લીધા છે.

  7. 7

    બંને બાજુ ઘી લગાવી બરાબર સેકી લાે.(હેલ્થી હાેવાથી ઘી વાપર્યું છે.)ગરમ ગરમ પરાઠા ને દહીં સાથે પીરસાે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes