ચોળાની લચકો દાળ

આપણે કઢી-ભાત બનાવીએ ત્યારે સાથે મગની કે તુવેરની લચકો દાળ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં ચોળાની લચકો દાળ બનાવી છે. માર્કેટમાં જે શાકભાજીમાં લીલી ચોળી મળે છે. તેવી જ પાકટ થઈ ગયેલી સફેદ થઈ ગયેલી ફોલવાની ચોળી ઘણીવાર મળે છે. તો તેને ફોલીને તેના દાણામાંથી આ દાળ બનાવી છે. આ રીતે કઠોળનાં સૂકા ચોળા પલાળીને પણ બનાવી શકાય છે.
ચોળાની લચકો દાળ
આપણે કઢી-ભાત બનાવીએ ત્યારે સાથે મગની કે તુવેરની લચકો દાળ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં ચોળાની લચકો દાળ બનાવી છે. માર્કેટમાં જે શાકભાજીમાં લીલી ચોળી મળે છે. તેવી જ પાકટ થઈ ગયેલી સફેદ થઈ ગયેલી ફોલવાની ચોળી ઘણીવાર મળે છે. તો તેને ફોલીને તેના દાણામાંથી આ દાળ બનાવી છે. આ રીતે કઠોળનાં સૂકા ચોળા પલાળીને પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળાને પાણીથી ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી મૂકી એક વિસલ થાય ત્યાં સુધી બાફી લો.
- 2
એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ તથા ચપટી હળદર ઉમેરી વઘાર તતડે પછી તેમાં બાફેલા ચોળા ઉમેરી મિક્સ કરો. તેમાં લાલ મરચું, હળદર, મીઠું ઉમેરી થોડીવાર માટે પકાવો. ગેસ બંધ કરીને કોથમીર ભભરાવી સર્વ કરો.
- 3
નોંધ - (જો આજ રીતે છૂટા ચોળાનું શાક કરવું હોય તો સીધું આજ બધા મસાલા સાથે કૂકરમાં તેલ મૂકી મસાલા કરી ચોળા તથા જરૂર મુજબ પાણી ઉમેરીને એક વિસલ થાય ત્યાં સુધી બાફીને બનાવી શકાય છે. મારા ઘરમાં દાદા-દાદી છે તેઓ કઢી-ભાત સાથે ચોળીને ખાઈ શકે એટલે આ રીતે બનાવીએ છીએ.)
Similar Recipes
-
ચોળાની દાળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ ચોળાની દાળ બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઓસામણ-લચકો દાળ
ઓસામણ ઘી માં બનાવેલ પાતળી તુવેર ની દાળ માંથી બંને છે...ઘી થી સુગંધ ને સ્વાદ આવે છે. લચકો દાળ ઘટ્ટ હોઈ છે...બંને ગુજરાતી વાનગી ઓ ભાત સાથે અથવા પુરણપોળી સાથે પીરસવા માં આવતી હોઈ છે. Jasmin Motta _ #BeingMotta -
લીલી તુવેર બટાકાનું રસાવાળું શાક
આપણે રસોઈમાં તુવેર/તુવર/તુવેરની દાળનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિંદીમાં તેને अरहर અને અંગ્રેજીમાં pigeon pea તરીકે ઓળખાય છે, તે કઠોળવર્ગની વનસ્પતિ છે. તુવેરની ખેતી આશરે ૩૦૦૦ વર્ષ પહેલાંથી થાય છે, સૌથી પહેલાં એશિયામાં પછી પૂર્વી આફ્રિકા , અમેરિકામાં અને હવે તો વિશ્વનાં ૨૫ દેશોમાં તેની ખેતી થાય છે. ૬૦૦ મિમી કરતા ઓછા વરસાદમાં પણ તુવેરની ખેતી કરી શકાય છે. વિશ્વભરમાં અંદાજિત ૪૬,૦૦૦ ચો.કિમી ક્ષેત્રમાં તુવેરનું ઉત્પાદન થાય છે તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. આફ્રિકાનાં નાઇજિરિયામાં પ્રાણીઓને ખોરાકમાં તુવેર આપવામાં આવે છે. લીલી તુવેરનું શાક, ઊંધીયુ, કચોરી તેમજ સૂકી તુવેરને પલાળીને બાફીને કઠોળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન તથા એમિનો એસિડ જેવા કે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. તુવેરને ફણગાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે. ભારતમાં તુવેરની દાળ અત્યંત લોકપ્રિય છે, તેમાંથી દાળ, સાંભાર, પૂરણપોળી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમાં ઘી મેળવીને ખાવાથી વાયડી પડતી નથી. તે પચવામાં હલકી હોય છે. થાઈલેન્ડમાં તુવેરમાંથી લીલું ખાતર બનાવવામાં આવે છે, જે નાઈટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે. તો આવી અત્યંત ઉપયોગી તુવેરનું શાક બનાવતા આપણે શીખીશું. Nigam Thakkar Recipes -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
સફેદ ચોળા સબ્જી (Black Eye Bean Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસફેદ ચોળા Ketki Dave -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સરગવાની કઢી
#ટ્રેડિશનલ #મિલ્કી સરગવો શરીર માટે ખૂબ ગુણકારી છે. તે સાંધાનાં દુખાવામાં ખૂબ ફાયદાકારક છે. ડાયેટ તથા ન્યૂટ્રીશિયશ ચાર્ટ ફોલો કરતા લોકો તેનું ખાસ સેવન કરે છે. આજે હું સરગવાની કઢી બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘણા લોકો આ રીતે ઘટ્ટ શાક પણ બનાવતા હોય છે. મારા ઘરમાં આ કઢી બધાને ખૂબ જ પ્રિય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચોળી ની દાળ
#દાળમિત્રો હમણાં દાળ અને કઢી ની એકથી એક ચડિયાતી વાનગીઓ જોવા મળે છે , એટલે હું પણ એક નવીન રેસિપી લાવી છું.લગભગ બાળકો કઠોળ ખાવામાં બહુ નખરાં કરતાં હોય છે પણ જો કંઈક અલગ રીતે બનાવી ને પીરસવામાં આવે તો તેઓ ચોક્કસ ખાસે.હુ જ્યારે આ દાળ બનાવતી ત્યારે મને એમ હતું કે ટેસ્ટી બને તો સારું, પણ ખરેખર ભાત સાથે કે રોટલા સાથે સર્વ કરજો મજા પડી જશે.તો ચાલો બનાવીએ.Heen
-
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
શિયાળા સ્પેશિયલ થાળી
#માસ્ટરક્લાસઆજે શિયાળા સ્પેશિયલ રેસીપી લઈને આવ્યો છું. શિયાળામાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી સારા મળે છે જેમકે મૂળા, મેથી, પાલક, તુવેર, રીંગણ, લીલી હળદર વગેરે. શિયાળામાં બાજરીનાં રોટલા પણ દરેકનાં ઘરમાં બનતા હોય છે, બાજરી આમ ગરમ પ્રકૃતિની હોય છે પણ શિયાળામાં ખાવાથી નડતી નથી. શિયાળામાં કાઠિયાવાડી ભોજન જમવાની પણ મજા આવે છે. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ રેસીપીમાં તુવેર રીંગણની કઢી, મૂળાની ભાજીનું શાક, બાજરીનાં રોટલા અને તુવેરની દાળની ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8માર્કેટમાં મળે તેવી ચટપટી આલુ સેવ આજે મેં ઘરે બનાવી...ખરેખર ખૂબ જ ટેસ્ટી બની... Ranjan Kacha -
લચકો દાળ (Lachko Dal Recipe In Gujarati)
લચકો દાળ ફક્ત5,7 મિનિટ માં બની જાય, ટેસ્ટી પણ બને,જોબ કરતી વ્યક્તિ ને રસોઈ બનાવા માટે સમય ઓછો મળે કે ક્યારેક અચાનક મહેમાન આવે ને જમવાનું ઝડપ થી બનાવું હોય ત્યારે લચકો દાળ બેસ્ટ છે, સાથે રૂટિન જમણ માં પણ બધાને પસંદ પડે છે.... Rashmi Pomal -
ગ્રીન ટામેટાનું શાક
#લીલીલીલું પીળું પોંજરું ઘડાવ્યું,લ્યા પોંજરામાં પોપટ બોલે...અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું. Nigam Thakkar Recipes -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લચકો દાળ અને ગુજરાતી કઢી
#દાળકઢી#OneRecipeOneTree#teamtreesલચકો દાળ, ભાત અને ગુજરાતી કઢી એ કોઈપણ ગુજરાતી ઘરમાં ચોક્કસ બનતું જ હોઈ. મારા ઘરે બધાં ને લચકો દાળ અને કઢી બઉ જ ભાવે છે. વધારે જ બનવું પડે નઈ તો ખૂટી પડે! Krupa Kapadia Shah -
ભરેલા ભીંડાનું શાક
#લીલીપીળીબધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે. Nigam Thakkar Recipes -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ#goldenapron3Week8Puzzle Word - Peanutદાળ ઢોકળીએ દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી એક વાનગી છે. ઘણાનાં ઘરમાં સવારે દાળ બનાવી હોય અને જો વધે તો સાંજે દાળ ઢોકળી બનાવતા હોય છે તો ઘણા દર રવિવારે સવારે બનાવતા હોય છે. દાળ ઢોકળીએ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે રાજસ્થાની મારવાડી લોકોએ જ્યારે રોજગાર માટે ગુજરાત સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી તેમની સાથે લઈને આવ્યા તેથી તે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં તેને वरण फळ / चकोल्या તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતની રીત મુજબ બનતી દાળ ઢોકળી બનાવતા શીખીશું તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)