ગ્રીન ટામેટાનું શાક

લીલું પીળું પોંજરું ઘડાવ્યું,
લ્યા પોંજરામાં પોપટ બોલે...
અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું.
ગ્રીન ટામેટાનું શાક
લીલું પીળું પોંજરું ઘડાવ્યું,
લ્યા પોંજરામાં પોપટ બોલે...
અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા ગ્રીન ટામેટાંને ધોઈને મધ્યમ સમારી લો. લીલા મરચાં પણ સમારી લો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું તથા હીંગ ઉમેરી વઘાર તતડે પછી તેમાં સમારેલા ટામેટાં તથા લીલાં મરચાં ઉમેરો.
- 3
તેમાં હળદર, ધાણાજીરું, મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી મધ્યમ આંચે પકાવો.
- 4
૧૦ મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં ખાંડ ઉમેરો. જેથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જાય અને ખટાશ ગળપણવાળું શાક તૈયાર થાય. ખાંડ ઓગળીને શાકમાં મિક્સ થાય ત્યાં સુધી બે મિનિટ માટે પકાવો.
- 5
ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 6
તૈયાર શાકને ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે મસ્ત મજાનું સ્વાદિષ્ટ ગ્રીન ટામેટાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી મોગરી રીંગણનું શાક
#લીલીકુકપેડ દ્વારા આયોજિત લીલી કોન્ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે, આ કોન્ટેસ્ટમાં ઘણા બધા મેમ્બર્સે સરસ મજાની લીલી વાનગીઓ પોસ્ટ કરીને આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને સમગ્ર ગ્રુપમાં હરિયાળી લાવી દીધી. તો આજે હું આ કોન્ટેસ્ટમાં મારી અંતિમ રેસિપી રેસિપી૧૩ પોસ્ટ કરી રહ્યો છું. જેમાં બંને મુખ્ય ingredients મેં લીલા રંગના લીધેલ છે. જેમાં મેં લીલી મોગરી તથા લીલા રીંગણનો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. આપણા સમગ્ર કુકપેડ ગ્રુપમાં આ લીલી કોન્ટેસ્ટ જેવી લીલોતરી હંમેશા છવાયેલી રહે, આ ગ્રુપ એક પરિવારની જેમ હર્યુભર્યુ રહે તથા દરેક સભ્યો પોતાની રેસિપી કુકપેડ વેબસાઈટ પર પોસ્ટ કરતા રહે તથા દરેક મેમ્બર્સ કુકિંગમાં પ્રગતિ કરે તેવી આશા સાથે આજની રેસીપી શરૂ કરું છું. Nigam Thakkar Recipes -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
હરાભરા સલાડ
#લીલીકુકપેડની હરિયાળી જોઈને જાણે મારા તો આંખોનાં ચશ્માનાં નંબર ઉતરી ગયા. તો આ હરિયાળીમાં વધારો કરવા માટે હું આજે એક પૌષ્ટિક સલાડની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
પાલક કોથમીર વડા
#લીલીઅત્યારે શિયાળો મસ્ત જામ્યો છે અને લીલા શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે. ચોમાસામાં વરસતા વરસાદમાં અને શિયાળામાં કકડતી ઠંડીમાં ગરમાગરમ ભજીયા, ગોટા, વડા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. અત્યારે શિયાળામાં પાલકની ભાજી એકદમ ફ્રેશ મળે છે. તેમાંથી આપણે સબ્જી, પરોઠા, સૂપ વગેરે બનાવતા હોઈએ છીએ. આજે હું મારા ફેવરિટ પાલકનાં વડાની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ ઘરમાં પાલક લાવીએ ત્યારે મને આ વડા ખાવાની ઈચ્છા થાય છે અને અત્યારે તો લીલો ફિવર ચાલી રહ્યો છે તો મને આ પાલક વડાને યાદ કરીને એક ગીત યાદ આવે છે."પાન લીલું જોયુને તમે યાદ આવ્યા,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યુંને તમે યાદ આવ્યા..."આજે મેં પાલક વડાને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોથમીર પણ ઉમેરી છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રીંગણની ચીરીનું શાક
#શિયાળાઆપણે ત્યાં ઘણી જગ્યા પર શિયાળામાં રીંગણના ઓળાની ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો રીંગણને એવોઇડ કરતા હોય છે. રીંગણને શાકભાજીનો બાદશાહ માનવામાં આવે છે. કારણ કે તેના પર ડિંટીયા સ્વરૂપે તાજ હોય છે. ઘણા લોકો માને છે કે રીંગણમાં કોઇ જ પ્રકારના ગુણો હોતા નથી. જો તમે પણ એવું જ માનતા હોવ તો તમે ખોટુ વિચારી રહ્યા છો. કારણ કે રીંગણમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશીયમ, પોટેશિયમ, ફોલેટ, કોપર, ફાઇબર, વિટામિન B, વિટામિન C વગેરે ઘણા પોષક તત્વો મળે છે. રીંગણ માત્ર હેલ્થ માટે જ સારા છે એવું નથી, પરંતુ સુંદરતા વધારવા માટે પણ મદદરૂપ થઇ શકે છે. જો વૈજ્ઞાનિકોનું માનવામાં આવે તો ડાયાબિટીસમાં પણ રીંગણ લાભદાયક છે, કારણ કે રીંગણમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેમ છતા ડાયાબિટીસ ટાઇપ-૧ અને ટાઇપ-૨ના દર્દીઓએ પોતાની દવા લેવી જરૂરી છે. રીંગણના જો બીજા ગુણો પર નજર કરવામાં આવે તો તે મેમરી બુસ્ટની સાથે એનિમિયા દુર કરવામાં પણ મદદરૂપ થાય છે. રીંગણ પાચનતંત્રને સારૂ રાખવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રીંગણની સૌથી સારી બાબત એ છે કે તે શરીરમાં રહેલા વધારાના આયર્નને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. તો આજે આપણે આ ગુણકારી રીંગણની ચીરીનું શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રગડામાં પાણીપુરી
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લીલી તુવેર બટાકાનું રસાવાળું શાક
આપણે રસોઈમાં તુવેર/તુવર/તુવેરની દાળનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિંદીમાં તેને अरहर અને અંગ્રેજીમાં pigeon pea તરીકે ઓળખાય છે, તે કઠોળવર્ગની વનસ્પતિ છે. તુવેરની ખેતી આશરે ૩૦૦૦ વર્ષ પહેલાંથી થાય છે, સૌથી પહેલાં એશિયામાં પછી પૂર્વી આફ્રિકા , અમેરિકામાં અને હવે તો વિશ્વનાં ૨૫ દેશોમાં તેની ખેતી થાય છે. ૬૦૦ મિમી કરતા ઓછા વરસાદમાં પણ તુવેરની ખેતી કરી શકાય છે. વિશ્વભરમાં અંદાજિત ૪૬,૦૦૦ ચો.કિમી ક્ષેત્રમાં તુવેરનું ઉત્પાદન થાય છે તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. આફ્રિકાનાં નાઇજિરિયામાં પ્રાણીઓને ખોરાકમાં તુવેર આપવામાં આવે છે. લીલી તુવેરનું શાક, ઊંધીયુ, કચોરી તેમજ સૂકી તુવેરને પલાળીને બાફીને કઠોળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન તથા એમિનો એસિડ જેવા કે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. તુવેરને ફણગાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે. ભારતમાં તુવેરની દાળ અત્યંત લોકપ્રિય છે, તેમાંથી દાળ, સાંભાર, પૂરણપોળી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમાં ઘી મેળવીને ખાવાથી વાયડી પડતી નથી. તે પચવામાં હલકી હોય છે. થાઈલેન્ડમાં તુવેરમાંથી લીલું ખાતર બનાવવામાં આવે છે, જે નાઈટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે. તો આવી અત્યંત ઉપયોગી તુવેરનું શાક બનાવતા આપણે શીખીશું. Nigam Thakkar Recipes -
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
ચટનીવાલે આલુ
#લીલીલીલા રંગનો ફિવર જોર પકડી રહ્યો છે અને મારા ઘરે ડાઈનીંગ ટેબલ આખું ગ્રીન વેજિટેબલ્સથી ભરાઈ ગયું છે એટલે ડાઈનીંગ ટેબલની હાલત જોઈને દેવદાસ ફિલ્મનું આ ગીત યાદ આવી રહ્યું છે.हमपे ये किसने हरा रंग डालाख़ुशी ने हमारी हमें मार डालाहमे मार डाला, हमे मार डाला, हमे...આજે એક ઈન્સ્ટન્ટ ગ્રીન રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેને બ્રેકફાસ્ટમાં બ્રેડ કે રોટલી સાથે ખાઈ શકાય છે. આપણે બધાએ સ્ટ્રીટ ફૂડ તરીકે મળતા ભૂંગળા બટાકા તો ખાધા જ હશે તો આ વાનગીને ભૂંગળા સાથે પણ ખાઈ શકાય છે. Nigam Thakkar Recipes -
-
-
-
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડઅત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચોળાની લચકો દાળ
આપણે કઢી-ભાત બનાવીએ ત્યારે સાથે મગની કે તુવેરની લચકો દાળ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં ચોળાની લચકો દાળ બનાવી છે. માર્કેટમાં જે શાકભાજીમાં લીલી ચોળી મળે છે. તેવી જ પાકટ થઈ ગયેલી સફેદ થઈ ગયેલી ફોલવાની ચોળી ઘણીવાર મળે છે. તો તેને ફોલીને તેના દાણામાંથી આ દાળ બનાવી છે. આ રીતે કઠોળનાં સૂકા ચોળા પલાળીને પણ બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
દેશી મગની કઢી
#કઠોળમગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ. Nigam Thakkar Recipes -
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
ગ્રીન ગાર્ડન સાબુદાણા ખીચડી
#નાસ્તો #લીલીઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. જ્યારે પણ કોઈ વ્રત/ઉપવાસ હોય ત્યારે જે લોકો વ્રત રાખતા હોય છે તેઓ ફરાળ કરે છે. ફરાળ શબ્દ એ ફળાહાર શબ્દ પરથી બન્યો છે. વ્રત/ઉપવાસનો સાચો અર્થ એ છે કે આપણી ઈન્દ્રિયોને કંટ્રોલ કરીને શક્ય હોય તેટલું વધારે પ્રભુની સેવા કે નામ સ્મરણ કરવું. જીભ એ એક પ્રકારની સ્વાદેન્દ્રિય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી વ્રતનાં દિવસે જળ, ફળ તથા દૂધનું સેવન કરીને રહીએ તો સૌથી શ્રેષ્ઠ છે. જે લોકોને બપોરે સૂવાની ટેવ હોય તેઓએ ઉપવાસ રાખ્યો હોય તો તે દિવસે સુવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તેટલું વધુ પ્રભુપરાયણ રહેવું જોઈએ. પરંતુ અત્યારનાં આધુનિક સમયમાં બધા લોકોથી બધા નિયમો પાળવા અને જીભને વશમાં રાખવી શક્ય નથી. એટલે વ્રતનાં દિવસે મોરૈયો, સાબુદાણા, શીંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકા, સૂરણ, સિંધવ વગેરેનો ઉપયોગ કરીને કાંઈક ને કાંઈક ફરાળી વાનગી બનાવીને ખાતા હોય છે. અત્યારે તો મોટા શહેરોમાં દરેક વિસ્તારમાં ફરાળી સાબુદાણાની ખીચડી, વડા, ભેળ, ચીપ્સ, ફ્રાયમ્સની લારી કે દુકાન જોવા મળે છે. એટલે કે ફરાળી વાનગીઓ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી થઈ ગઈ છે. જે લોકો ઉપવાસ નથી કરતા હોતા તેઓ પણ હવે આ ફરાળી સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તો આજે હું સાબુદાણાની ખીચડી જે બધાની ફેવરિટ તો છે સાથે સાથે તે ઈંદોરની પ્રખ્યાત પણ છે તેને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર સાબુદાણાની ખીચડી કરતાં દેખાવમાં અલગ અને સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ