આમળા ના ગટાગટ(લાડુ)

Arpita vasani
Arpita vasani @cook_19504933

#ડિસેમ્બર
હેલો ફ્રેંડ્સ આજે હું કૂકપેડ માં મારી ફર્સ્ટ રેસીપી તમારા બધા સાથે શેર કરું છું.
શિયાળા માં આપણી હેલ્થ માટે અમૃત સમાન એવા આમળા નું સેવન કોઈ પણ રીતે કરવું લાભકારી હોય છે તો આજ એટલા માટે મિત્રો તમને એક ખાટ્ટી-મીઠી વાનગી શેર કરું છું.

તો પહેલા આમળા વિષે થોડું જાણીયે.....

આમળા કહે છે :-
1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.
મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !!
2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.
3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ.
4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.
5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરું છુ.
6. આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામ આમળા
  2. ૨૨૫ ગ્રામ ગોળ
  3. ૧ ટી સ્પૂન સૂંઠ પાવડર
  4. ૧ ટી સ્પૂન મરી પાવડર
  5. ૧ ટી સ્પૂન સંચળ પાવડર
  6. ૧ ટી સ્પૂન શેકેલા અજમા નો પાવડર
  7. ૧/૨ ટી સ્પૂન શેકેલા જીરું નો પાવડર
  8. ૧/૨ ટી સ્પૂન નમક
  9. ૧/૨ ટી સ્પૂન હિંગ
  10. ૧/૨ કપ દળેલી ખાંડ
  11. ૨ ટી સ્પૂન આમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ૫૦૦ ગ્રામ આમળા ને ધોઈ અને કુકર માં થોડા પાણી માં ૨ સીટી થાય ત્યાં સુધી બાફવા.

  2. 2

    બાફેલા આમળા ના પાણી ને અલગ કરી આમળા ની ચીર અલગ કરવી. બચેલ પાણી નો શરબત તરીકે પણ ઉપયોગ કરી શકાય.

  3. 3

    આમળા ના ટુકડા ઠંડા થઇ જાય પછી તેને મિક્સર માં પાણી વગર પીસી લેવા.

  4. 4

    હવે એક કડાઈ માં આમળા ની પેસ્ટ કાઢી ધીમી આંચે તેનું પાણી બાળી નાખવું.

  5. 5

    પછી તેમાં ગોળ મિક્સ કરી ૮-૧૦ મિનિટ ધીમી આંચે ગોળ નું પાણી બાળી નાખવું.

  6. 6

    હવે તેમાં રેસિપી ના બધા મસાલા મિક્સ કરી લેવા.

  7. 7

    તૈયાર થયેલ પેસ્ટ ને ઠંડી થયા બાદ તેના નાના નાના લાડુ વાળી લેવા. પછી દળેલી ખાંડ માં રગદોળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita vasani
Arpita vasani @cook_19504933
પર

Similar Recipes