આમળા વટી (Amla Vati Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

આમળા વટી (Amla Vati Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામ બાફેલા આમળા નો પલ્પ
  2. 100 ગ્રામ સમારેલો ગોળ
  3. 1/2 ટી સ્પૂન ગંઠોડા પાઉડર
  4. 1/2 ટી સ્પૂન સૂંઠ પાઉડર
  5. 1/2 ટી સ્પૂન સંચળ
  6. 1/2 ટી સ્પૂન શેકેલા જીરાનો પાઉડર
  7. 1/2 ટી સ્પૂન મરી પાઉડર
  8. 3 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  9. 50 ગ્રામ દળેલી ખાંડ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. 1/4 ટી સ્પૂન ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકી તે ગરમ થાય ત્યારે તેમાં આમળા નો પલ્પ ઉમેરી હલાવી લેવું.

  2. 2

    2 મિનિટ હલાવતા રહેવું. ત્યાર બાદ તેમાં આમચૂર પાઉડર,દળેલી ખાંડ અને ગોળ સિવાય ના બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    તે બરાબર મિક્સ થઈ જાય અને પાણી બળી જાય એટલે સમારેલો ગોળ ઉમેરી મિક્સ કરી લેવું.

  4. 4

    ગોળ એકરસ થઈ જાય એટલે આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરી 2 મિનિટ હલાવી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે હાથ માં ઘી લગાવી ગોળી વાળી દળેલી ખાંડ માં રગદોળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes