લિલી હળદર નું શાક

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#શિયાળા

લિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

લિલી હળદર નું શાક

#શિયાળા

લિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 થી 5 વ્યક્તિ
  1. 200ગ્રામ-લિલી હળદર(1 બાઉલ)
  2. 1બાઉલ-ઝીણું સમારેલું લીલું લસણ
  3. 1બાઉલ-સમારેલ ટામેટા
  4. 1બાઉલ-સમારેલ ડુંગળી
  5. 1ચમચી-આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  6. કોથમીર
  7. 1નાની ચમચી-ગરમ મસાલો
  8. 1 1/2ચમચી-કાશ્મીરી લાલ મરચું
  9. 1બાઉલ-દહીં
  10. 1/2બાઉલ-બાફેલા વટાણા
  11. (દરેક શાકભાજી નું પ્રમાણ સરખું રાખવું..)
  12. વટાણા મેં 1/2 બાઉલ લિધા છે તમે 1 બાઉલ લઇ શકો
  13. 1/2 કપ-ઘી
  14. સ્વાદ અનુસાર મીઠું
  15. સર્વ કરવા.
  16. બાજરી નો રોટલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હળદર ને છોલી બરાબર ધોઈ દો.. ત્યારબાદ તેને છીણી લો.

  2. 2

    હવે શાકભાજી માં ઉપર જણાવ્યા મુજબ સપ્રમાણ શાક લો.

  3. 3

    હવે શાક બનાવવા માટે એક કડાઈ માં 1/2 કપ જેટલું ઘી લો.આ શાક ઘી માં જ બનતું હોય છે પણ જો તમને ઘી ઓછું પસંદ હોય તો તેલ માં પણ બનાવી શકો છો.

  4. 4

    ધી સહેજ ગરમ થાય પછી તેમાં છીણેલી હળદર ઉમેરો 3 થી 4 મિનિટ મીડીયમ આંચ પર તેને સાંતળી લો.

  5. 5

    હળદર સંતળાઈ જાય પછી તેમાં લીલું લસણ ઉમેરો અને તેને પણ 3 થી 4 મિનિટ સાંતળી લો.

  6. 6

    ત્યારબાદ તેમાં ડુંગળી,આદુ,મરચા,લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી તેને પણ બરાબર ચડવી લો.

  7. 7

    ડુંગળી બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા વટાણા,ટામેટા,સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો.અને ઢાંકીને 3 મિનિટ સુધી ચડવા દો.

  8. 8

    3 મિનિટ પછી તેમાં મોળું દહીં(ફેટેલું)ઉમેરો અને મિક્સ કરી ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દો...

  9. 9

    હવે 5 મિનિટ પછી શાક માંથી ઘી છૂટવા લાગશે...ત્યારપછી તેમાં 1 નાની ચમચી ગરમ મસાલો અને કોથમીર ભભરાવી ગરમા ગરમ શાક બાજરી ના રોટલા સાથે સર્વ કરો.

  10. 10

    તો તૈયાર છે શિયાળા માટે ખુબજ લાભદાયી અને ટેસ્ટી લિલી હળદર નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes