ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#સમર
આ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે...

ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#સમર
આ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ થી ૬ વ્યક્તિ
  1. ૧ લિટરદૂધ(અમૂલ ગોલ્ડ)તમે કોઈ પણ મલાઇ વાળું દૂધ લઈ શકો છો
  2. ૧ વાટકીખાંડ
  3. ૭-૮ કેસર તાંતણા
  4. ૨ ચમચીગરમ દૂધ
  5. ૬-૭એલચી
  6. ૧૦૦ ગ્રામ કાજુ
  7. પિસ્તા (મને ન મળ્યા એટલે મેં નથી નાખ્યા,બાકી એ નાખવાથી વધુ સ્વાદિષ્ટ બને છે)
  8. ૧/૨થી પણ ઓછી વાટકી સીંગદાણા નો ભૂકો(.એ ઓપ્શનલ છે તમે છોડી પણ શકો છો)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૨ ચમચી ગરમ દૂધમાં ૭થી૮ તાંતણા કેસરના પલાળી દેવા.કાજુ ના ઝીણા ટુકડા કરી લો.૬ થી ૭ એલચીનો પાઉડર કરી લો.૧ લીટર અમૂલ ગોલ્ડ લઈ ધીમા તાપે ગરમ થવા મુકો.

  2. 2

    એક ubhro આવી જાય પછી ધીમી આંચ રાખી દૂધ હલાવતા રેહવું. સાઇડ માં મલાઈ બનતી જશે તે દૂધમાં જ ઉમેરતા જવું.દૂધ ઉકળીને અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળવું,પણ સતત હલાવતાં રેહવું.ત્યારબાદ તેમાં ૧ વાટકી ખાંડ,એલચી પાવડર,કેસર વાળું દૂધ,થોડા સીંગદાણા નો ભૂકો બધું ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું.પછી ઠંડુ થવા મૂકી દેવું.

  3. 3

    અત્યારે લોકડાઉન ના લીધે મારી પાસે ઘરમાં મોલ્ડ નથી અને લઈ પણ નથી શકાતા,તેથી મે એર ટાઈટ ડબ્બામાં અને ડિસ્પપો ઝેબલ ચા ના કપ કે ગ્લાસ મા પણ મૂકી શકાય છે.ઉપર પ્લાસ્ટિક થી રેપ કરીને ૬ થી ૮ કલાક ફ્રીઝર મા મૂકવું,જેથી બરફના દાણા અંદર ના પડે.બહાર કાઢ્યા પછીનો ફોટો પણ તમે જોઈ શકો છો.એકદમ નેચરલ કુલ્ફી બનશે,અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે...તો તૈયાર છે આપણી કાજુ કુલ્ફી......

  4. 4

    તમે ડબ્બામાંથી સર્વ કરતી વખતે ચપ્પુની મદદથી આઈસ્ક્રીમ કપમાં સ્કૂપરની મદદ થી આઈસ્ક્રીમ શેઇપ મા પણ પીરસી શકો છો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes