તલ ની ચીક્કી

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#ઇબુક૧
#પોસ્ટ ૧
#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. 1બાઉલ તલ
  3. 1બાઉલ ખાંડ
  4. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ને સહેજ શેકી લો ગરમ થાય એટલાજ શેકવા પછી તેને એક પ્લેટ માં લઇ લો પછી એજ કડાઈ માં ખાંડ લઈ લો અને ગેસ. મીડિયમ રાખી ને સતત હલાવતા રહો

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે તેનો કલર બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો પછી તરત જ તેમાં તલ નાખી દો અને હલાવી લો

  3. 3

    પછી રોટલી વણવા ના પાટલા ઉપર ઘી લગાવી ને તેના ઉપર તલ નું મિશ્રણ લઇ લો અને સહેજ ઠંડુ થાય એટલે જરાક હાથ વડે થેપી ને પછી તરત જ વેલણ ઉપર ઘી લગાવી ને વેલણ વડે ફટાફટ વણી લો ચીક્કી નું મિશ્રણ ગરમ હોય ત્યારે જ ફટાફટ વણવી જેથી કરીને તે સહેલાઇ થી વણી સકાય અને પાતળી પણ થશે

  4. 4

    તો તૈયાર છે આપડી તલ ની ચીક્કી એ પણ ખાંડ ની અને પાતળી વણી ને પછી તેને સર્વીંગ પ્લેટ માં લઇ ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes