રવા નો શીરો (સત્યનારાયણ કથા નો શીરો)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી રવા નો લોટ (સોજી)
  2. 1 નાની ચમચીઈલાયચી પાવડર
  3. 10/15નંગ કાજુ -બદામ
  4. 15/20 નંગ કિશમિશ
  5. 1વાટકી ઘી
  6. 1વાડકી ખાંડ
  7. 2વાટકી દૂધ
  8. 1વાટકી પાણી
  9. તુલસી પત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લઇ લો.

  2. 2

    ઘી ગરમ થઇ ગયા પછી રવાનો લોટ ઉમેરી એને શેકી લો.

  3. 3

    બાજુમાં કાજુ બદામ ની કતરણ તૈયાર કરી લો. કતરણ ના કરવી હોય તો બદામ કાજુના કટકા પણ કરી શકો છો.

  4. 4

    લોટ શેકાઈ ગયા બાદ તેમાં દૂધ અને પાણી ઉમેરો.

  5. 5

    લોટ અને દૂધ બને એક રસ થઇ ગયા પછી તેમાં ખાંડ ઉમેરો.

  6. 6

    ખાંડ ઓગળી ગયા બાદ એમાં બદામ, કાજુ કિસમિસ ઉમેરો. ઈલાયચી પાવડર ભાવતો હોય હોય તો એમાં ઉમેરી શકો.

  7. 7

    હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ઉપરથી પાછું બદામ, કાજુ ની કતરણ અને કિસમિસ થી ડેકોરેશન કરવું અને ઉપરથી એક તુલસીનું પાન પણ રાખો.

  8. 8

    આ રવાનો શીરો સત્યનારાયણની કથા માટે પ્રસાદીમાં દેવામાં આવે છે એને સોજીનો શીરો પણ કહેવામાં આવે છે ઉપરથી એમાં તુલસીનું એક પાન મૂકવામાં આવે છે.

  9. 9

    આ શીરા ની સાથે સફરજન,ચીકૂ,કેળા,મગફળી ના બી એ બધું પણ સાથે મિક્ષ કરીને પ્રસાદમાં આપે આપવામાં આવે છે.

  10. 10

    તૈયાર છે રવાનો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes