શિયાળા ની શક્તિવર્ધક સુખડી

Ushma Malkan
Ushma Malkan @ush_85

#ઇબુક૧
#રેસિપિ૧૯
મિત્રો સુખડી તો બધા ના ઘરે બનતી જ હોય છે પણ આ સુખડી માં મેં થોડા ઘટકો એડ કરી શિયાળા ની ઠંડી માં શરીર ને કફ અને શરદી માં પણ ફાયદો આપે અને ખાવાની તો મજા પણ આવે.

શિયાળા ની શક્તિવર્ધક સુખડી

#ઇબુક૧
#રેસિપિ૧૯
મિત્રો સુખડી તો બધા ના ઘરે બનતી જ હોય છે પણ આ સુખડી માં મેં થોડા ઘટકો એડ કરી શિયાળા ની ઠંડી માં શરીર ને કફ અને શરદી માં પણ ફાયદો આપે અને ખાવાની તો મજા પણ આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ પ્લેટ
  1. ૧/૨ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપ ગોળ
  3. ૧/૩ કપ ઘી
  4. ૧/૨ tsp સૂંઠ પાવડર
  5. ૧/૨ tsp પીપરિમૂળ પાવડર
  6. ટોપરની છીણ ગાર્નિશ માટે
  7. (પીક મા મેં જે કપ માપ માટે યુઝ કર્યો છે એ મારું માપ છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક કડાઈ લો એમ ઘી ગરમ કરો.

  2. 2

    પછી તેમાં ઘઉં નો લોટ એડ કરો એને સલૉ ટુ મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલર આવે અને એમાંથી મસ્ત સુગંધ પણ આવા લાગે ત્યાં સુધી સેકી લો.

  3. 3

    પછી શેકાય જય લોટ એટલે એમા સૂંઠ ને પીપરિમૂળ નો પાવડર એડ કરી હલાવી ગેસ પરથી આ મિક્સચર ઉતારી એમા ગોળ એડ કરો.

  4. 4

    હવે બધું સરસ મિક્સ કરી એક ઘી લગાવી ગ્રીઝ કરેલી પ્લેટ માં ઢાળી દો. અને ઉપરથી ટોપરથી ગાર્નિશ કરી દો.થોડી ઠંડી થાય પછી એને કટ કરી સર્વ કરો.તો રેડી છે એકદમ યુમ્મી સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes