તેલુગુ ચટણી

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#ચટણી
આ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.
આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે.

તેલુગુ ચટણી

1 કમેન્ટ કરેલ છે

#ચટણી
આ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.
આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

400 ગ્રામ
  1. 4-5નંગ ટામેટા (સમારેલા)
  2. 15નંગ તીખા મરચા (તળેલા)
  3. 1 ઇંચ- આદુનો ટુકડો
  4. 1 ટેબલ સ્પૂન- જીરું
  5. 2 ટેબલ સ્પૂન- ધાણા
  6. 21/2 ટેબલ સ્પૂન- તલ
  7. 100 ગ્રામ- ધાણાભાજી
  8. 1/8 કપ- ફુદીનો
  9. 4+1 ટેબલ સ્પૂન - તેલ
  10. 2નંગ - સૂકા લાલ મરચાં
  11. 1/4 ટી સ્પૂન- રાઈ
  12. 50 ગ્રામ- આમલી
  13. 5-6લીમડાના પાન
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેન માં ધાણા લઈ સેકી લેવા,ત્યાર બાદ તલ અને જીરું પણ સેકી પ્લેટ માં કાઢી લેવું.

  2. 2

    ત્યાર બાદ પેન 1 ટેબલ સ્પૂન તેલ લેવું તેમાં સમારેલ ટામેટા અને આદુ લેવું.5 મિનિટ સાંતળવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠું અને આમલી લેવા.મિક્સ કરવા. ત્યાર બાદ ફુદીનો અને ઘાનાભાજી એડ કરવા.મિક્સ કરી ગેસ બંધ કરી આ મિશ્રણ ને થોડું ઠંડુ થવા દેવું.

  4. 4

    મિક્સર જાર માં સેકેલ ધાણા,જીરું,અને તલ પીસવા.તેમાં લીલા મરચા અને સાતળેલ મિશ્રણ એડ કરી અધકચરું પીસી લેવું.

  5. 5

    પેન માં તેલ લેવું.તેલ થાય એટલે તેમાં રાઈ નાખવી.રાઇ તતળે એટલે લીમડો અને સૂકા લાલ મરચાં નાખવા, ત્યાર બાદ બનાવેલ પેસ્ટ એડ કરી મિક્સ કરવું.

  6. 6

    તેલુગુ ચટણી રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર

Similar Recipes