સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#સાઉથ
સાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે.

સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)

#સાઉથ
સાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીતેલ
  2. 1 ચમચીચણા દાળ
  3. 1 ચમચીઅડદ દાળ
  4. 2-3 નંગલાલ સૂકા મરચાં
  5. 1 બાઉલ ઝીણી સમારેલ ડુંગળી
  6. 1 બાઉલ સમારેલ ટામેટા
  7. 10-12 કળી લસણ
  8. 1 નંગ આમલીનો ટુકડો
  9. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 1/2 કપપાણી
  12. વઘાર કરવા માટે:
  13. 1 ચમચીતેલ
  14. 1/2 ચમચીરાઈ
  15. 1/2 ચમચીઅડદ દાળ
  16. 5-7 નંગ મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં ચણા દાળ, અડદ દાળ તેમજ લાલ સુકા મરચા શેકી લો.દાળ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ડુંગળી તેમજ લસણની કળી ઉમેરો.સાંતળી લઈ, તેમાં સમારેલ ટામેટા ઉમેરો. બરાબર મિક્ષ કરી લઈ,2-3 મિનિટ ચડવા દો.ટામેટા સોફ્ટ થાય એટલે નીચે ઉતારી આ મિશ્રણને ઠંડુ થવા દો.

  2. 2

    ઠંડા થયેલા મિશ્રણને મિક્સરમાં જારમાં લઇ તેમાં,આંબલી નો ટુકડો, મીઠું, મરચું પાઉડર અને થોડું પાણી ઉમેરી, બ્લેન્ડ કરી લો.બ્લેન્ડ કરેલ ચટણીને એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    વઘારીયામાં તેલ ગરમ મૂકી, તેમાં રાઈ, અડદની દાળ અને લીમડાના પાન નો વઘાર કરી, ચટણી પર આ વઘાર રેડો તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન રેડ ચટણી જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જે ઈડલી, ઢોસા અને ઉત્તપમ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes