સમોસા

Hetal Shah
Hetal Shah @cook_19708734
India Gujarati

સમોસા બનાવવાની ની સરળ અને ઝડપથી તૈયાર થઇ જાય અને બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ આવે તેવી રેસીપી તે પણ બહુ ઓછા ઘટકો સાથે. બેસ્ટ સર્વે કરો ટી સાથે.
#સ્ટફડ

સમોસા

સમોસા બનાવવાની ની સરળ અને ઝડપથી તૈયાર થઇ જાય અને બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ આવે તેવી રેસીપી તે પણ બહુ ઓછા ઘટકો સાથે. બેસ્ટ સર્વે કરો ટી સાથે.
#સ્ટફડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. સ્ટફિન્ગ માટે :-
  2. 1/2 ટી સ્પૂનચાટ મસાલા
  3. 1 ટી સ્પૂનઆમચૂર પાવડર
  4. 1 ટી સ્પૂનગરમ મસાલા
  5. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  6. 1લીલું મરચું
  7. 1/4 કપલીલા વટાણા બાફેલા
  8. 4-5મીડીયમ સાઈઝ બટાકા બાફેલા
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનધાણાજીરું પાવડર
  12. 2ટેબલે સ્પૂન તેલ
  13. 1/4 ટી સ્પૂનવાટેલા કાળા મરી નો પાવડર
  14. ચપટીહિંગ
  15. તેલ તળવા માટે
  16. ધાણા ગાર્નિશ માટે
  17. લોટ માટે :-
  18. 1&1/2 કપ મેંદા નો લોટ
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 3ટેબલે સ્પૂન તેલ
  21. કપપાણી ચિલ્લ્ડ -1/2

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ને જીના સમારી લઈશું એને મેષ નથી કરવાના. એક પેન માં તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,વટાણા અને લીલા મરચા નાખીશું. બરાબર મિક્સ કરી ને તેમાં આદુ લસણ ને નાખીશું અને 30 સેકન્ડ સાતળીશું પછી તેમાં સમારેલા બટાકા નાખીશું. હવે તેમાં હળદર,ધાણાજીરું, મીઠું,ચાટ મસાલા,આમચૂર પાવડર,ગરમ મસાલા,મરી પાવડર નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું. લાસ્ટ માંથોડા લીલા ધાણા થી ગાર્નિશ કરી ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગ ને ઠંડુ થવા દઈશું

  2. 2

    હવે જ્યાં સુધી સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી લોટ બાંધીશુ. એક વાસણ માં મેંદા નો લોટ લઈશું તેમાં તેલ, મીઠું નાખીશું હવે ઠંડા પાણી થી લોટ બાંધીશુ. બહુ સોફ્ટ લોટ નથી બાંધવાનો.હવે તેમાં થી સમોસા તૈયાર કરીશું.

  3. 3

    લોટ માંથી જે સાઈઝ ના સમોસા તૈયાર કરવાના હોય તે સાઇઝ ની પુરી વણવી. હવે તેને વચ્ચે થી કટ કરવી અને સમોસા નો 3 લેયર વાળો કોણ તૈયાર કરવો. પિક્ચર માં બતાવ્યો છે એ રીત ના. હવે કોણ માં સ્ટફીગ બટાકા નું તૈયાર કરેલું ભરી દો અને એને સીલ કરી દો ઉપર થી અને સમોસા નો સેપ આપો. આવી જ રીતે બધા સમોસા તૈયાર કરો અને ધીમા ગેસ ઉપર તળી લો. તરતી વખતે ગેસ ની ફ્લેમ ને મેડીયમ રાખો અને તેલ ને મેડીયમ હોટ રાખો તો સમોસા ક્રિસપી થશે.આમચૂર ની મીઠી ચટણી સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_19708734
પર
India Gujarati
હું યુ ટ્યુબ કન્ટેન્ટ સર્જક તરીકે કામ કરું છું. મારી પાસે મારી પોતાની રસોઈ ચેનલ છે. ચેનલનું નામ હેતલનું કિચન અને જીવનશૈલી છે.https://www.youtube.com/HetalsKitchenandLifestyle
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes