પંજાબી સમોસા

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
શેર કરો

ઘટકો

  1. 1વાટકી મેંદો
  2. 1ચમચી રવો
  3. ચપટી મીઠું
  4. 2ચમચી ઘી મોણ માટે
  5. સ્ટફિગ માટે.
  6. 100ગ્રામ લીલા વટાણા
  7. 2મીડીયમ સાઈઝ ના બટેટા
  8. 2ડુંગળી ઝીણી સમારેલી
  9. 1ચમચી લાલ મરચું પાવડર
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1/2ચમચી ગરમ મસાલો
  12. 1/2ચમચી ચાટ મસાલો
  13. 1/2ચમચી ધાણા જીરૂં પાવડર
  14. 2ચમચી ઝીણી સમારેલી ધાણા ભાજી
  15. સ્ટફિગ ના વઘાર માટે.
  16. 2ચમચી તેલ
  17. ચપટી હિંગ
  18. 1 ચમચીકસૂરી મેથી
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા અને વટાણા ને બાફી લેવા.

  2. 2

    હવે એક પેન માં વઘાર માટે તેલ ગરમ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને કસૂરી મેથી નાખી સમારેલી ડુંગળી નાખી 1 મિનિટ સાંતળવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બટેટા અને વટાણા નાખી તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી મિક્સ કરી માવો તૈયાર કરવો.

  4. 4

    હવે તે સ્ટફિગ માટે નો માવો ઠરે ત્યાં સુધી માં એક બાઉલ માં મેંદા નો લોટ લઈ તેમાં રવો, મીઠું અને મોં નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી થી સમોસામાટે નો મીડીયમ
    કઠણ લોટ બાંધી લેવો.

  5. 5

    હવે આ લોટ માંથી લુવો લઈ રોટલી વણી તેને વચ્ચે થી કટ કરી ને સ્ટફિગ ભરી લેવું.અને તેની કિનારી માં પાણી લગાવી તેને સમોસા નો શેઈપ આપવો.

  6. 6

    હવે આ તૈયાર થયેલ સમોસા ને ગરમ તેલ માં ધીમા તાપે ગોલ્ડન ક્રિસ્પી તળી લેવા.

  7. 7

    અને તેને તમારી મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરો.

  8. 8

    તો તૈયાર છે આપણા ટેસ્ટી & સ્પાઈસી પંજાબી સમોસા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes