રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બટાકા ને બાફી ને તેની છાલ કાઢી ને થોડો અધકચરો માવો કરી લો.અને એક બાઉલ મા કાઢી તેમા બાફેલા વટાણા નાખો.
- 2
પછી તેમા ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર (આમચૂર પાઉડર ના હોય તો ઝલજીરા પાવડર નાખી શકાય) નાખી ને મિક્સ કરી લો.
- 3
પછી એક કડાઈમાં ૩ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ફૂટવા લાગે એટલે લીલા મરચા ઝીણા સમારેલાઅને આદુ નુ છીણ નાખી ને સાંતળો.
- 4
અને તૈયાર કરેલ બટાકા નો માવો તેમાં નાખી ને મિક્સ કરી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને ઠંડો થવા દો.
- 5
પછી એક બાઉલ મા ઘઉ નો લોટ નાખી તેમાં મુઠી ભર મોવણ અને અજમો, મીઠું સ્વાદ અનુસાર નાખી ને થોડોક કઠણ લોટ બાંધી લો.
- 6
પછી એક વાટકી મા ૨ ચમચી મેદા નો લોટ નાખી થોડુ પાણી નાખી ને ઝાડી પેસ્ટ તૈયાર કરો, સમોસા ની કીનારો ચોટાડવા માટે.
- 7
હવે બાંધેલા લોટ ના રોટલી બને એટલા મોટા લુવા કરી ને કોરો લોટ લીધા વગર રોટલી વણી લો.અને વચ્ચે થી કાપી લો.
- 8
વચ્ચે થી કાપી ને એક ભાગ ની કીનારો પર બનાવેલ મેંદા ની પેસ્ટ થોડી લગાવી ને કોન આકાર આપી દો.
- 9
કોન આકાર આપી ને તેમા ચમચી થી બનાવેલ માવો ભરી ને નીચેની કીનારો પર મેંદા ની પેસ્ટ લગાવી ચોંટાડી દો.અને કાટા વાળી ચમચી થી કીનારો પર પે્સ કરી દો.
- 10
એ રીતે બધા સમોસા તૈયાર કરી લો.અને તળવા માટે તેલ ગરમ કરી તેમાં થોડું મીઠું નાખીને ને ગરમ થવા દો.ગેસ ધીમો રાખી ને સમોસા તળો....
- 11
સરસ બા્ઉન કલર ના કી્સપી તળવા ધીમા તાપે.
- 12
તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી સ્ટફ્ડ સમોસા 😋 તેને ટોમેટો કેચઅપ, ગોળ આમલીની ચટણી, અને ખમણ ની સાથે સર્વ કરો 🙏☘️💚🧡💙💛💚
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી સ્ટફ્ડ કારેલા
#સ્ટફ્ડ હેલ્લો મિત્રો આજે મે કાઠીયાવાડી ભરેલા કારેલા પ્રસ્તૂત કર્યા છે,જે સવૅ કરવામાં એકદમ સરસ ભજીયા જેવો ટેસ્ટ આવેછે,#ઇબુક૧#૨૮ Krishna Gajjar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા પિંનવીલ સેન્ડવીચ
#એનિવર્સરી#સ્ટારટર ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ Rina Joshi -
More Recipes
ટિપ્પણીઓ