ચીઝી મેગી મસાલા ઢોસા

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#એનિવર્સરી
# વીક ૨
# સ્ટાટઁર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપખીચડીયા ચોખા
  2. ૧ કપ અડદ ની દાળ
  3. 1 ચમચીઆખી મેથી
  4. સાદ અનુસાર નમક
  5. (સ્ટફીંગ માટે)
  6. 2નાના પેકેટ મેગી
  7. 2ચીજ ની નાની ક્યુબ
  8. થોડો મેગી મસાલા
  9. 1 કપમિક્સ વેજીટેબલ
  10. (ગાજર, કોબી,કેપ્સિકમ વગેરે)
  11. જરૂરિયાત મુજબ તેલ
  12. ટમેટો કેચપ
  13. 1 ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને રાત્રે પલાળી લો.એની અંદર આખી મેથી પણ નાખી દો.સવારે પલાળેલી દાળ અને ચોખાને એકદમ સરસ પીસી લો.

  2. 2

    પીસેલા દાળ ચોખા ને આથો લેવા માટે આઠથી દસ કલાક એક બાજુ મૂકી દો.હવે સાંજે આ દાળ ચોખાના મિશ્રણમાં સ્વાદ અનુસાર નમક નાંખો.

  3. 3

    બીજા એક તપેલામાં મેગી બાફી લો.એક પેનમાં ૧ ચમચો તેલ નાંખો.એની અંદર કેપ્સિકમ,ગાજર, કોબી બધા જ વેજીટેબલ અને સાંતળી લો.સ્વાદ અનુસાર નમક નાંખો.

  4. 4

    ત્યારબાદ એની અંદર બાફેલી મેગી અને તેની અંદર મેગી મસાલો,ટમેટો કેચપ અને સોયા સોસ નાખી સ્ટફિંગ તૈયાર કરો.

  5. 5

    હવે ઢોસાની તવિ મૂકી તેની ઉપર થોડું તેલ નાખી ઢોસાનું ખીરું પાથરો અને ઢોસો બનાવવો.તેની અંદર તૈયાર કરેલ સ્ટફિંગ નાખી ઢોસો રેડી કરો.

  6. 6

    હવે ઢોસા નાં નાના નાના પીસ પાડો.ઉપર ચીજથી ગાર્નિશિંગ કરો.ટમેટો કેચપ સાથે સર્વ કરો,તો ફ્રેન્ડ્સ રેડી છે સ્ટાર્ટર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
વાહ કિરણબેન તમારા ઢોસા જોઈ મારા મોં માં પણ પાણી આવી ગયું અને મેં પણ ઢોસા બનાવી લીધા

Similar Recipes