મસાલા ઢોસા વીથ સાંભાર ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા અડદની દાળ અને ચોખાને ધોઇ પલાળી રાખો. ચોખામાં સાથે થોડી મેથી પલાળવી. આઠ કલાક સુધી પલાળી રાખો
- 2
પલળી જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. પછી બંને ને મિક્સ કરી તેમાં થોડી છાશ નાખી આથો આવવા મૂકો
- 3
તુવેરની દાળને બાફી અને ક્રશ કરી લો પછી તેને ગેસ પર ઉકાળવા મુકો પછી તેમાં થોડું હળદર મરચું આદુ અને ટમેટા ઉમેરો
- 4
પછી તેમાં બટાકા નાના પીસ કરી ઉમેરો. એક નાના લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરુ લાલ સૂકા મરચાં તજ લવિંગ અડદની દાળ અને મેથીનો વઘાર કરો
- 5
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો પછી તેમાં સાંભાર મસાલો ઉમેરો.
- 6
આ વઘારને તુવેરની દાળમાં નાખો. પછી તેમાં થોડી ખાંડ અને લીંબુ નાખી ઉકળવા મુકો. પછી થોડી કોથમીર નાખો
- 7
બટાકાને બાફી અને તે તેના નાના પીસ કરી લો. ડુંગળીને પણ ઝીણી સમારી લો
- 8
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ મીઠો લીમડો ડુંગળી નાંખી વઘાર કરો પછી તેમાં બટાકા ના પીસ નાખી તેમાં હળદર મીઠું કોથમીર નાખી દો.
- 9
પછી તેમાં ગરમ મસાલો અને લીંબુ નાખી બધું બરાબર મિક્સ કરો.
- 10
ચટણી બનાવવા માટે દાળિયા ટોપરા નું છીણ અને મીઠો લીમડો લીલા મરચાં મીઠું નાખી મિક્સર માં ક્રશ કરી લો
- 11
ક્રશ કરેલા આ ભુક્કા ને દહીં માં નાખી બધું બરાબર મિક્સ કરો. પછી એક નાના લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને મીઠા લીમડાનો વઘાર કરી આ ચટણીને વઘાર કરો
- 12
વઘાર થઈ જાય એટલે તેને બરાબર હલાવી લો
- 13
એક નાની વાટકીમાં તેલ અને પાણી મિક્સ કરી નાનકડા કપડા વડે બધું હલાવી લો. ગેસ ઉપર ઢોસાની લોઢી મૂકી તેના પર તેલ વાળુ પોતુ ફેરવી લો પછી તેના પર ઢોસાનું ખીરું રાઉન્ડ શેપમાં પાથરી દો
- 14
એક બાજુ થોડો મસાલો મુકવો પછી તેને બીજી બાજુથી તાવેથા વડે ઉઠાવો
- 15
ઢોસા નો રોલ વાળી લો. પછી તેને એક પ્લેટમાં ઢોસો મસાલો ચટણી અને સાંભાર વડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
-
સાઉથ ઇન્ડીયન થાળી ઇડલી સંભાર, સાદા ઢોસા, ઓનિઅન ઉત્તપમ,ચટણી, દહીંવડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩એનિવર્સરી મા વીક ૩ એટલે કે મેનકોર્સ વીક ચાલે છે તો સાઉથ ઈન્ડીયન ડીશ ની બને એટલી વાનગી બનાવવા ની ટ્રાય કરી છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish
#એનિવર્સરી#મેન કોર્સ#week3 Meena Chudasama -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)