ખીચું

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#ટ્રેડિશનલ

શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ચોખાનો લોટ
  2. 2વાટકા પાણી
  3. અડધી ચમચી જીરૂ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. અડધી ચમચી ખારો
  6. અડધી ચમચી લાલ મરચું પાવડર
  7. જરૂર મુજબ સીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી ભેગી કરો

  2. 2

    ત્યારબાદ તપેલીમાં બે વાટકા પાણી લઈ ઉકાળો

  3. 3

    પાણી પડે એટલે તેમાં જીરું મીઠું અને ખારો નાખીને હલાવો

  4. 4

    હવે તપેલીને ગેસ ઉપરથી નીચે ઉતારી તેમાં ચોખાનો લોટ નાખીને વેલણની મદદથી એકસરખું હલાવી લો

  5. 5

    હવે ગેસ ઉપર બીજું મોટું તપેલું લઈ તેમાં પાણી નાખો અને તેના ઉપર ચારણી મૂકી તેમાં મિક્સ કરેલો લોટ બાફવા મુકો

  6. 6

    તેના ઉપર ઠાકોર ઢાંકીને આ લોટને 10 થી 15 મિનિટ સુધી ચડવા દો

  7. 7

    15 મિનિટ બાદ આપણું ખીચું તૈયાર થઈ ગયું છે તેને એક ડિશમાં કાઢી તેના ઉપર સિંગતેલ અને મરચું પાવડર છાંટીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ

Similar Recipes