કાઠીયાવાડી ઢોકળીનું શાક વીથ બાજરાના રોટલા સાથે રવા નો શીરો

કાઠીયાવાડી ઢોકળીનું શાક વીથ બાજરાના રોટલા સાથે રવા નો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ પીસી ને તેમાં લાલ મરચું પાવડર, મીઠું, ધાણાજીરું પાવડર, હિંગ, તેલ નાખી ને ચટણી બનાવી લો. ઢોકળી માટેની સામગ્રી ભેગી કરી લો. સૂકવેલા લાલ મરચા નાં ૨ કટકા કરી લો. આદું ખમણી લો.
- 2
હવે એક વાસણમાં માં ચણા નો લોટ લઈ તેમાં આદુ ખમણેલું, હળદર પાવડર,મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ખાવાનો સોડા નાખી અને એની ઉપર ગરમ કરેલું તેલ અને પાણી નાખી ને મિક્સ કરી અને ખીરું તૈયાર કરો. બીજી બાજુ એક પેન માં ૩ ગ્લાસ પાણી નાખી ઉપર કાઠો મૂકી દો.
- 3
હવે ડિશ માં તૈયાર કરેલું ખીરું પાથરી ને ઢાંકણ ઢાંકી ને ૧૫ મિનીટ બાફવા મુકો. પછી એક ચપ્પા થી ચેક કરી લો. ચપ્પુ આખું બહાર આવી જાય એટલે ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઠંડી થવા દો.
- 4
હવે તેના પીસ કરી લો. ત્યારબાદ એક પેન માં તેલ વઘાર માટે ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથી નાં દાણા, સૂકવેલા લાલ મરચા, હિંગ નાખી દો. હવે તેમાં ખમણેલું આદું, લસણ ની ચટણી નાખી તરત જ પાણી નાખી દો.
- 5
થોડી વાર ઉકળે એટલે તેમાં દહીં નાખી ને બધાં મસાલા નાખી દો. અને થોડું પાણી નાખી ને તૈયાર કરેલી ઢોકળી નાં કટકા નાખી દો. થોડી વાર ઉકાળો. પછી સમારેલી કોથમીર નાખી દો. તૈયાર છે. કાઠીયાવાડી ઢોકળી નું શાક..
- 6
એક બાઉલ માં બાજરાનો લોટ લઈ તેમાં મીઠું નાખી ને પાણી થી કણક બાંધો. હવે પાટલા પર લુવો મૂકી દો.
- 7
હવે વનેલો રોટલો તાવડી ગરમ કરી ને બેવ બાજુ સેકો.અને ગેસ પર રોટલી ની જેમ શેકી લો. અને ઘી લગાવી દો. તૈયાર છે બાજરાના રોટલા..
- 8
હવે શીરો બનાવવાં માટે એક પેન માં રવો શેકી ને એક બાજુ મૂકી દો. હવે એ જ પેન માં ઘી ગરમ કરો તેમાં રવો નાખી થોડી વાર સાતડો. અને પછી એક ચમચો ચણા નો લોટ સાથે જ નાખી ને ફરી એકવાર સાતડો.
- 9
હવે રવો ને ચણા નો લોટ શેકાઈ ગયા પછી તેમાં ખાંડ નાખી ને હુંફાળું દુધ પાણી મિક્સ નાખી દો. હવે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ઘી છૂટવા લાગે એટલે પેન માં જ ગેસ બંધ કરી અને એલચી પાવડર નાખી દો. તૈયાર છે. રવાનો શીરો.
- 10
આ રીતે એક કાસા ની થાળી માં પાપડ, લાલ મરચા નું અથાણું, લસણ ની ચટણી, છાસ, કાચા મરચાં બધું સર્વ કરો. અને આખી કાઠીયાવાડી થાળી પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક
#એનિવસઁરી #વીક૪#હોળી#goldenapron3#week8#ટ્રેડિશનલ Kiran Solanki -
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોળ નો શીરો
#ટ્રેડિશનલ દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
-
-
-
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
-
-
બેંગન તવા ફ્રાય સાથે ચોખા નો રોટલો
#ડીનરદોસ્તો આ લો ના સમય માં આપણે બહાર જય શકતા નથી.. તો ઘરમાં જ કંય પણ શાક હોય એમાંથી સ્વાદિષ્ટ રેસીપી બનાવાની કોશિશ કરશું.. બેંગન એટલે રીંગણ... બેંગન માંથી ઘણી વાનગી બનતી હોય છે..આજે આપણે બેંગન તવા ફ્રાય બનાવશું..જે ઝટપટ બની પણ જાય છે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
-
રવા કેસરી
#goldenapron2વીક -5 તમીલનાડુ રવા કેસરી એ તમિલનાડુ ની સ્વીટ ડીશ છે જે લગ્ન પ્રસંગમાં બનાવાય છે... Neha Suthar -
More Recipes
ટિપ્પણીઓ