આલુ કટોરી ચાટ

m vithalani
m vithalani @cook_21388799

આલુ કટોરી ચાટ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યકિત
  1. કટોરી માટે
  2. ૫૦૦ ગ્રામ બટેટા
  3. ૧/૨ કપ કોનૅફલૉર
  4. મીઠું પ્રમાણસર
  5. તેલ તળવા માટે
  6. સ્ટફિંગ માટે
  7. ૨ ચમચી ચણા
  8. ૨ ચમચી મગ
  9. ૨ ચમચી મઠ
  10. ૨ ચમચી મસાલા વાળા સીંગદાણા
  11. ૨ ચમચી સેવ
  12. ૧/૨ નંગ ગાજરનું છીણ
  13. ૧/૨ નંગ બીટનું છીણ
  14. ૧ નંગ ટમેટું
  15. ૧ નંગ ડુંગળી
  16. ૧ નંગ બાફેલું બટેટું
  17. લવિંગ
  18. ૨ તજ
  19. ૧ તમાલપતત્ર
  20. ૧/૨ ચમચી ચાટ મસાલો
  21. ૧/૨ ચમચી ગરમ મસાલો
  22. ૧/૨ ચમચી મરી પાઉડર
  23. ૧ ચમચી લીંબુનો રસ
  24. ખજૂરની ચટણી
  25. કોથમીરની ચટણી
  26. લસણની ચટણી
  27. સજાવટ માટે
  28. ચીઝ
  29. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બટેટાની છાલ કાઢી ખમણી લો અને ૧૦ મિનિટ સુધી એક વાસણમાં ઠંડું પાણી લઇ પલાળી રાખો. પછી એ છીણ માંથી પાણી કાઢી લઇ ચાળણીમાં રાખો. ત્યાર પછી કોનૅફલૉર અને મીઠું ને છીણમાં નાખી મિક્સ કરી લો.

  2. 2

    અેક સ્ટીલની ગળણી લો. તેના પર છીણને વાડકી જેવા આકારમાં ગોઠવો અને બીજી ગળણીને તેની ઉપર ગોઠવવી જેથી છીણ તળવા સમયે છૂટું ના પડે. તેલને કોઇ વાસણમાં લઇ ગરમ કરો અને કટોરીને એક એક કરીને તળી લો.

  3. 3

    સ્ટફિંગ માટે મગ, મઠ અને ચણાને ૭ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો. પછી એમાંથી પાણી કાઢી કપડામાં મગ અને મઠના ફણગા ફૂટવા માટે બાંધવા. પછી ચણા અને બટેટાને બાફી લેવા.

  4. 4

    એક વાસણમાં તેલ મૂકી તજ, લવિંગ અને તમાલપત્રનો વધાર કરી કઠોળને સાંતળી લો. ત્યાર પછી બટેટું, ડુંગળી તેમજ ટમેટાં ને પણ સમારી લો.

  5. 5

    એક વાસણમાં કઠોળ, સમારેલા ડુંગળી ટમેટા અને બટેટા, છીણેલું બીટ અને ગાજર, સીંગદાણા, સેવ, લીંબુનો રસ, ગરમ મસાલો, ચાટ મસાલો, મરી પાઉડર, મીઠું અને ત્રણેય ચટણી સ્વાદાનુસાર લઇ મિક્સ કરી લો. આ સ્ટફિંગને કટોરીમાં ભરી સોસ અને ચીઝ વડે સજાવટ કરી સવૅ કરી લો. તૈયાર છે ચટપટી અેવી આલુ કટોરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
m vithalani
m vithalani @cook_21388799
પર

Similar Recipes