મસાલા દહીં ભીંડી

Vibhuti Purohit Pandya
Vibhuti Purohit Pandya @cook_20972767
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામભીંડો
  2. 150 ગ્રામમોળું દહીં
  3. 2નાની ડુંગળી સમારેલી
  4. 2નાના ટામેટા સમારેલા
  5. 1/2 ચમચીઝીણું સમારેલું લસણ
  6. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચીલસણની ચટણી
  8. 1/2 ચમચીધાણજીરૂ
  9. 1 ચમચીલાલ મરચું પાવડર
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. ચપટીહિંગ
  13. 1/2 ચમચીમેગી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ ને કોરા કરી લેવા અને સમારી લેવા. 2 નાની ડુંગળી અને 2 નાના ટામેટા અને લસણ જીણું સમારી લેવી

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ લઈ ભીંડા ને સેલો ફ્રાય કરવા. ત્યાર બાદ એક વાટકા માં દહીં ઉમેરી એમાં લસણ ની ચટણી, મીઠું, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર,નાખી ને દહીં ને હલાવી લેવું જેથી શાક માં નાખતી વખતે દહીં આપણું ફાટે નહી. અને મસાલા બધા મિક્સ થઈ જાય અને શાક માં બળે નહી.

  3. 3

    ત્યાર પછી ભીંડા ફ્રાય કર્યા હોય એ કડાઈ માંથી વધારે નું તેલ કાઢી અને તેલ ગરમ થવા દો, તેલ થઈ આવે એટલે એમાં લસણ નાખી હલાવો, પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવવું એ થોડું ચડે એટલે એમાં સમારેલી ડૂંગળી એડ કરવી,સાથે થોડું મીઠું (આપડે દહીં માં મીઠું એડ કરેલું છે તો એમાં થોડું ગ્રેવી પુરતુ જ નાખવું) અને હળદર નાખી હલાવવું, ડૂંગળી બ્રાઉન રંગની થાય એટલે એમાં ટામેટા નાખી હલાવવું અને. થોડી વાર ઢાંકણ ઢાંકી રાખવું જેથી ડુંગળી ટામેટા પાકી જાય. ત્યાર પછી તેમાં તયાર કરેલું દહીં નાખી સતત હલાવતા રહેવું

  4. 4

    ત્યાર પછી તેમાં સેલો ફ્રાય કરેલા ભીંડા નાખી હળવા હાથે હલાવવું અને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી 2 મિનિટ ચડવા દો. પછી તેમાં છેલ્લે મેગી મસાલો નાખી હલાવવું. તો તૈયાર છે આપણું દહીં મસાલા ભીંડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibhuti Purohit Pandya
Vibhuti Purohit Pandya @cook_20972767
પર

Similar Recipes