સેવ ખમણી

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી.

સેવ ખમણી

#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યકિત
  1. 1 વાટકીચણાની દાળ
  2. 3-4 ચમચીતેલ
  3. 1 ચમચીરાઈ
  4. ૧/૮ ચમચી હિંગ
  5. ૧/૨ ચમચી હળદર પાવડર
  6. 2 ચમચીલસણની પેસ્ટ
  7. 1થી ૧+૧/૨ ચમચી આદુની પેસ્ટ
  8. ૧+૧/૨ ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧+૧/૨ ગ્લાસ પાણી
  11. ૧+૧/૨ નાની વાટકી ખાંડ (તમારી જરૂર મુજબ નાખી શકો)
  12. 2 ચમચીસમારેલી કોથમીર
  13. 1 ચમચીલીલાં નાળિયેરનું છીણ (હોય તો)
  14. ૧/૨ કપ દાડમના દાણા (હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળ ૪ કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ ધોઈને પાણી નીતારીને મિક્સરમાં કરકરૂ વાટી લો. એક વાસણમાં વાટેલું ખીરૂ કાઢી લો અને ઢાંકીને પ્રેશર કુકરમાં ૨ થી ૩ સીટી વગાડી બાફી લો. ઠંડુ થાય એટલે ચાણણી/છીણી વડે દાણાદાર માવો તૈયાર કરી લો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં તેલ ઉમેરી રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર પાવડર નાખીને છીણેલ દાણાદાર માવો ઉમેરી બરાબર મિકસ કરો. ૫ થી ૭ મિનિટ સુધી થવા દો. હવે આદુ મરચાં લસણ ની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે પાણી ઉમેરો અને બરાબર હલાવી લો.

  4. 4

    હવે ખાંડ નાખી હલાવી લો અને ૫ મિનિટ સુધી થવા દો. સમારેલી કોથમીર ઉમેરો બરાબર હલાવી લો.

  5. 5

    હવે ખમણી તૈયાર થઈ ગ‌ઈ.

  6. 6

    એક સર્વીંગ ડીશમા ખમણી કાઢી નાળિયેરનું છીણ અને દાડમના દાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પીસેલી દાળ કુકર મા બાફિયે ત્યારે કેટલું પાણી નાખવાનું?

Similar Recipes