નાયલોન ખમણ

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#સ્નેક્સ
મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે

1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ

2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે

3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં

નાયલોન ખમણ

#સ્નેક્સ
મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે

1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ

2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે

3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 1/2(અઢી)કપ ચણાનો લોટ બેસન
  2. 1 ચમચીલીંબુના ફૂલ
  3. 7 ચમચીખાંડ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 5 ચમચીતેલ
  6. 1/2 ચમચીખાવાનો સોડા
  7. જરૂરિયાત મુજબ પાણી
  8. 1/2ફ્લેવર વગરનો ઈનો(બ્લુ પેકેટ)
  9. 2 ચમચીરાઈ
  10. 5મીઠા લીમડાના પાન
  11. 1/2 ચમચીહિંગ
  12. 5મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળા મુકવાનો કુકર અથવા તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દો હવે એક બાઉલમાં ચણાનો લોટ મીઠું ખાંડ લીંબુના ફૂલ તેલ મિક્સ કરો હવે ઢોકળીયામાં પાણી ઉકળવા લાગે એટલે ડબ્બો કે તપેલીમાં તેલ લગાવી ગરમ કરવા મૂકી દો મિત્રો અહિયા ઢોકળાની ડિશ યુઝ ન કરતા ઉંડી તપેલી કે ડબ્બા નો ઉપયોગ કરવો જેથી બજાર જેવા ખમણ ફુલ સે

  2. 2

    હવે તેમાં ધીરે ધીરે પાણી મિક્સ કરી અને હલાવીને બધું સરખું મિક્ષ કરો ગઠ્ઠા ન પડી જાય તેનું ધ્યાન રાખવું ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી લીંબુના ફૂલ અને ખાંડ ઓગળી ન જાય હવે તેમાં 1/2ચમચી ખાવાનો સોડા અને 1/2ચમચી ફ્લેવર વગરનો ઈનો નાખી બધું એક તરફ હલાવો

  3. 3

    હવે આ ખીરાને ડબ્બામા નાખી ઢોકળા નુ કુકર બંધ કરી ૨૦ મિનિટ સુધી થવા દો ખમણ થાય ત્યાં સુધી વઘાર ની તૈયારી કરી લઈએ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો હવે તેમાં રાઈ નાંખી રાઈ તતડે એટલે તેમાં હિંગ લીમડો અને લીલા મરચા નાખી મિક્સ કરો હવે તેમાં પાણી એડ કરો હવે તેમાં ચારથી પાંચ ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો

  4. 4

    પાણી અને ખાંડ ઓગળે ત્યાં સુધી બરાબર ઉકાળો હવે કૂકર માંથી ખમણ નો ડબ્બો બહાર કાઢી તેને ઠંડો પડે એટલે તેને અન મોલ્ડ કરો સાચવીને ધીરે ધીરે ખમણ ને કાપી ને તૈયાર કરેલો પાણીનો વઘાર એક એક ખમણ પર આવે તે રીતે રેડો

  5. 5

    તો તૈયાર છે આપણા બજાર જેવા નાયલોન ખમણ હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

Similar Recipes