નાયલોન ખમણ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#લોકડાઉન
#વીક _11
#goldenapron3
#Atta
કેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ.

નાયલોન ખમણ

#લોકડાઉન
#વીક _11
#goldenapron3
#Atta
કેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબેસન
  2. 300ml પાણી
  3. 1 નાની ચમચીમીઠું
  4. 1 નાની ચમચીખાવાનો સોડા
  5. 1 નાની ચમચીલીંબુના ફૂલ
  6. વઘાર માટેની સામગ્રી:-
  7. ****************
  8. 100-150ml પાણી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 5 મોટી ચમચીખાંડ
  11. 2 મોટી ચમચીરાઈ
  12. 2-3કાપેલા મરચા
  13. 3 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાયલોન ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલા વાસણને ગ્રીસ કરી તેને ગરમ કરવા મૂકી દઈશું. બેસનને ચાળી નાખો અને એક તપેલીમાં નાખી દો. તેમાં લીંબુના ફૂલ અને મીઠું તેમાં નાખી દેવા.
    તેમાં થોડું થોડું પાણી નાખી તેનું ખીરું બનાવી લેવું

  2. 2

    પાણી થોડું થોડું એડ કરો અને તેને સારી રીતે હલાવતા રહેવું બરાબર મિક્ષ કરો.ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી મિક્સ કરો. જયારે સોડા બરોબર એડ થઇ જાય ત્યારબાદ જે વાસણ ગરમ કરવા મુકેલ છે તેમાં ખીરું એડ કરી દેવાનું છે.

  3. 3

    હવે ખીરું નાખ્યા પછી તેના ઉપર કંઈક ઢાંકીને તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવું. હવે 20 મિનિટ પછી આપણા ખમણ તૈયાર છે. હવે આપણે ગેસ ફૂલ રાખીને આ ઢાંકણું ખોલી લેવું. હવે ખમણ તૈયાર છે એટલે ગેસને બંધ કરી તેને બહાર નીકળી લેશું. ત્યાર બાદ ખમણને ઠંડા કરી પછી કાપી લો.

  4. 4

    સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ ઉમેરો.હીગ કાપેલા મરચા નાખી હલાવી જે પાણી છે તેને એડ કરીશું. હવે એમા ખાંડ ઉમેરો, હવે જે પાણી એડ કર્યુ છે તેના મીઠું એડ કરીશું, ખાંડ ઓગળી જાય ત્યાર બાદ તેને બે મિનિટ સુધી તેને ફૂલ ગેસ ફૂલ કરી ઉકાળી ગેસને બંધ કરીને જે કાપેલા ખમણ છે તેની ઉપર એડ કરી લો

  5. 5

    5 મિનિટ રહેવા દઈને તેને ઉપયોગમાં લેશુ. હવે આપણા ખમણ તૈયાર છે. આ સ્વાદિષ્ટ ખમણ ચણાના લોટની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

Similar Recipes