બટર પાઉં ભાજી

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#ડીનર
#એપ્રિલ

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ફ્લાવર
  2. ૨૦૦ ગ્રામ કોબી
  3. ૨૫૦ ગ્રામ વટાણા
  4. ૪-૫ નંગ બટેટા
  5. ૪-૫ નંગ ડુંગળી
  6. ૪-૫ નંગ ટામેટા
  7. ૪ ચમચી લસણની પેસ્ટ
  8. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  9. સૂકા મરચાં
  10. ૧/૨ ચમચી તજ લવિંગ નો ભૂકો
  11. ૩ ચમચી પાઉં ભાજી મસાલો
  12. ૨ ચમચી મરચું પાવડર
  13. ૧ ચમચી હળદર પાવડર
  14. ૨ ચમચી ધણાજીરૂ
  15. ૧ ચમચી ગરમ મસાલો
  16. ૧/૨ કપ બટર
  17. ૫-૬ ચમચી તેલ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૧૦ પાઉં
  20. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા બધા શાકભાજી ધોઈ મીઠું નાખી કૂકર માં બાફવા મૂકો. ત્યારબાદ ૧૫ મિનિટ સુધી રેહવાં દો. બધા શાકભાજી બાફી ને ઠરવા દો. ત્યારબાદ તેને ક્રસર થી છુંદો કરી લૉ.

  2. 2

    ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી તૈયાર કરી લો. પછી સૂકા મરચાં તજ લવિંગ નો ભૂકો કરી લો. ત્યારબાદ એક તપેલી માં તેલ અને ૨ચમચી બટર નાખી ગરમ કરવા મૂકો.તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સૂકા મરચાં તજ લવિંગ નો ભૂકો નાખી તરતજ લસણ ની પેસ્ટ ઉમેરો. જરા હલાવી તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો. ત્યારબાદ પાંચ મિનિટ ઉકળવા દો.

  3. 3

    પછી તેમાં પાઉં ભાજી મસાલો નાખી બધા મસાલા નાખી હલાવતા રહો.પછી તેમાં મીઠું નાખી શાકભાજી નો છુંદો નાંખી દો. ત્યાર બાદ બ હળવી સરસ મિક્સ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેને થોડીવાર ધીમી આચ પર ઉકળવા દો. થોડીવરમાં ભાજી ત્યાર થઈ જાશે. પછી તેમાં કોથમીર નાખી ગેસ પરથી ઉતારી લો.

  5. 5

    ત્યારબાદ એક પ્લેટ માં ભાજી મૂકી તેનાં પર બટર અને કોથમીર વડે ગાર્નિશ કરો.આ બટર પાઉં ભાજી નાના મોટા બધા ખુબજ પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes