શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પોહા
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 1 વાટકીબારીક સુધારેલા કરેલા કેપ્સીકમ
  4. 1 વાટકીબારીક સુધારેલી ડુંગળી
  5. 1 વાટકીઝીણી સુધારેલી કોથમીર
  6. 1 વાટકીબાફેલા વટાણા
  7. ૩.૪ નંગ લીલાં મરચાં બારીક સમારેલા
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીશેકેલા ધાણા પાઉડર
  13. 1 નાની ચમચીમરી પાઉડર
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પોહા કટલેસ બનાવવા માટે પોહા ને ધોઈને ૩ મિનિટ પલળવા દેવાના પછી તેને દસ મિનિટ એક ડિશ મા પંખા નીચે સૂકવવા રાખવા પોહા એકદમ કોરા થઇ જાય પછી...

  2. 2

    પોહા ને લોટ બાંધતા હોય તેમ મસળી લેવાના લોટ જેવા થઇ જાય પછી બટેટા ને ઝીણી ખમણી થી ખમણી લેવાના હવે એક બાઉલમાં પોહા બટેટા. કેપ્સીકમ. લાલ મરચું ગરમ મસાલો ચાટ મસાલો શેકેલું જીરું શેકેલા ધાણાનો પાવડર મરી પાવડર મીઠું સ્વાદ મુજબ અને ડુંગળીને હાથમાં એકદમ દબાવી ને પાણી કાઢીને મીક્સ કરવા નું..

  3. 3

    બધું એકદમ મિક્સ થઇ જાય પછી તેમાં વટાણા ઉમેરવાના વટાણા ઉમેરીને એકદમ બધું સરખું મિક્ષ કરી દેવાનું હવે તેને નાની નાની ગોળ ટીકી વાળવાની બધી ટીકી રેડી થઈ જાય પછી..

  4. 4

    નોન-સ્ટીક પેનમાં ૪.૫ ચમચી તેલ નાખવાનું તેલ સરખું ગરમ થઈ જાય પછી ટીકી શેકવા મુકવાની આપણે તેને શેલો ફ્રાય કરવા ની છે એક બાજુ ગોલ્ડન કલરની થઈ જાય પછી બીજી બાજુ ફેરવીને ગોલ્ડન કરી લેવાની આ ટીકી નોન સ્ટિક પેન માં ધીમા તાપે શેકવા ની તૈયાર છે આપણી ગરમાગરમપોહાં કટલેસ..

  5. 5

    હવે પોહા કટલેસ ને સર્વિગ ટ્રે મા સર્વ કરીએ ગ્રીન ચટણી ને ટમેટો કેચઅપ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
પર

ટિપ્પણીઓ

Similar Recipes