ઢોકળાં

RITA
RITA @RITA2
શેર કરો

ઘટકો

30મીનીટ
4વ્યક્તિ
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીચણાની દાળ
  3. 1 વાટકીદહી
  4. નીમક સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદર પાવડર
  6. 1/2 ચમચીબેકીંગ સોડા
  7. પાણી જરુર મુજબ
  8. લાલ મરચું પાવડર જરુર મુજબ
  9. લસણની ચટણી
  10. તેલ જરુર મુજબ
  11. સવૅ કરવા માટે
  12. લસણની ચટણી
  13. લીલી ચટણી
  14. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    દાળ ચોખા ને પાણીથી ધોઈ લેવા પછી બન્ને ને અલગ વાસણ મા પાણી લઈને દાળ ચોખા આઠ કલાક પલાળી દેવા. પછી પાણી માંથી બહાર કાઢી મીક્ષ્ચર જાર મા ક્રશ કરી લેવા.

  2. 2

    દાળ ચોખા ક્રશ થઈ જાય એટલે હળદર પાવડર, નીમક અને મેથી દાણા નાખી ને આથો લાવવા માટે ઢાંકી ને આઠ કલાક મુકી દેવું.

  3. 3

    એક બીજા વાસણમાં ખીરુ જોઈ એ એટલું લેવું ગેસ ચાલુ કરી ગેસ પર ઢોકળીયુ મુકી તળીયે પાણી નાખી દેવું.થાળી તેલથી ગ્રીસ કરી ને ઢોકળીયા મા મુકી દેવી.

  4. 4

    ખીરા મા સાજીં ના ફુલ, તેલ અને ગરમ કરેલ પાણી નાખી મીક્ષ કરવું પછી ચમચા થી હલાવી લેવુ.ગરમ પાણી નાખશો એટલે સોડા તરત જ એકટીવ થવા લાગશે.તરત જ ખીરા ને થાળી માં પાથરી દેવું.

  5. 5

    ઢોકળીયુ ઢાંકી દેવું.દસ મીનીટ પછી ચેક કરી લેવું.લગભગ તો થઈ જાય છે.હું ખીરામાં સોડા અનેગરમ પાણી એક એક થાળી મા નાખી ને ઢોકળાં બનાવુ છુ.આવી રીતે બનાવવા થી ઢોકળાં સોફ્ટ બને છે.અને સોફ્ટ જ રહે છે.

  6. 6

    આવી રીતે બધા ઢોકળાં તૈયાર કરી લેવા.મે ઢોકળાં ને લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કયૉ છે તો તૈયાર છે ઢોકળાં. લોકડાઉન મા ડીનર માટે બેસ્ટ. બધા ને ભાવતા ઢોકળાં તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes