દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Jigna Desai
Jigna Desai @cook_19793691
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપતુવેર ની દાળ
  2. થોડાસીંગદાણા
  3. જરૂર મુજબ પાણી
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1 ચમચીહળદર
  6. 2લાલ મરચું પાવડર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીગોળ
  9. લીંબુ
  10. ઢોકળી માટે
  11. 2 કપઘઉંનો લોટ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીમરચું પાવડર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. ચપટીહિંગ
  17. ચપટીઅજમો
  18. મોણ માટે તેલ થોડું
  19. વઘાર માટે
  20. 2 ચમચીતેલ
  21. 1/2રાઈ
  22. 1/2જીરુ
  23. થોડામીઠા લીમડાના પાન
  24. 2તમાલ પત્ર
  25. 2સૂકા લાલ મરચા વઘારીયા
  26. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમા તુવેરની દાળને સરખી રીતે ધોઈ લેવી. પછી તેમાં જોઈતું પાણી નાખવું. સિંગ દાણા નાખવા. પછી કુકરની ચાર સિટી થાય એટલે ગેસ બંધ કરી દેવો. કૂકર ઠંડું થાય ત્યાં સુધીમાં મરચા અને આદુ મરચા ને ઝીણા કાપી લેવા. ત્યારબાદ ઢોકળી બનાવવા માટે ઘઉંનો લોટ લેવો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું અને અજમો નાખી અને તેલનું મોણ નાખવું. જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને લોટ બાંધવો. લોટને ઢાંકીને થોડીવાર રાખી દેવા બાજુમાં.

  2. 2

    ત્યારબાદ કુકર ને ખોલી અને તુવેર દાળ ને બ્લેન્ડર ફેરવી અને એક રસ કરી લેવું પાણી ઉમેરવું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરૂં બધું નાખી દેવું દાળ ઉકળવા મૂકવી.દાળનું પાણી ઉકડે ત્યાં સુધીમાં આપણે ઢોકડીનો જે લોટ તૈયાર કરેલો તેને વણી લેવો અને કાપા પાડી લેવા. એ કાપા કરેલી ઢોકળીને ઉકળતી દાળમાં નાખવું. સરખી રીતે બફાઈ જાય ત્યાં સુધી થવા દેવું.

  3. 3

    ઢોકળી વાસણમાં નીચે બેસી જાય અને ઉપર દાળનું પાણી આવી જાય એટલે સમજી જવું કે દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ એના વઘાર તૈયાર કરવો.

  4. 4

    એક વઘારીયા માં તેલ લઇ તેમાં રાઈ જીરુ તમાલપત્ર લાલ સૂકા મરચાં વઘારના મીઠો લીમડો અને હિંગ નાખી વઘાર થઈ જાય એટલે દાળઢોકળી માં નાખી દેવો. ત્યારબાદ તેમાં એક ચમચી ગોળ ઉમેરવો.ઓગળી જાય એટલે કોથમીર નાંખવી. તૈયાર છે આપણી મસ્ત મજાની દાળ ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

ટિપ્પણીઓ

Similar Recipes