દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
શેર કરો

ઘટકો

  1. ઢોકળી માટે સામગ્રી.
  2. 1બાઉલ ઘઉં નો જીણો લોટ
  3. 2 ચમચીતેલ (મોણ માટે)
  4. 1 ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચી હળદર
  6. 1 ચુટકીહિંગ
  7. મીઠું જરૂર મુજબ
  8. દાળ માટે સામગ્રી..
  9. 1બાઉલ બાફેલી તુવેર દાળ
  10. 1 નાની વાટકીસીંગદાણા
  11. 1 ચમચીલાલ મરચું પાવડર
  12. ૧/૨ ચમચી હળદર
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. 1 ચમચીગોળ
  15. 1 ચમચીલીંબુ નો રસ
  16. 1 નાની વાટકીબારીક સમારેલી કોથમીર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. વઘાર માટે સામગ્રી
  19. 2 ચમચીદેશી ઘી
  20. 1સૂકું લાલ મરચું
  21. 5-6મીઠાં લીમડાના પાન
  22. ૧/૪ ચમચી રાઈ
  23. ૧/૪ ચમચી જીરૂ
  24. 1 ચુટકીહિંગ
  25. સર્વ કરવા માટે
  26. 1નાની ડુંગળી (બારીક સમારેલી)
  27. 1 ચમચીબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ ઘઉં નો જીણો લોટ લઈ તેમાં બધાં મસાલા અને તેલ અને કોથમીર નાંખી લોટ બાંધી લો,

  2. 2

    હવે ગેસ ઉપર કુકર મા બાફેલી દાળ અને એક ગ્લાસ પાણી નાખી બધા જ મસાલા અને સીંગદાણા નાખી દયો અને તેને ઉકળવા મુકો,

  3. 3

    ત્યારપછી દાળ ઉકળવા લાગે એટલે તેમાંલોટ નાં થેપલા વણતાં જાવ અને સાથે સાથે તેના ટુકડાં કરી ને દાળ ની અંદર નાખતાં જાવ

  4. 4

    બધા લોટ નાં આવી રીતે વણી ને ટુકડાં કરી નાખી દયો

  5. 5

    પછી તેને બરોબર મિક્સ કરી કુકર નું ઢાંકણું બંધ કરી બે સિટી વગાડો

  6. 6

    કુકર ઠંડુ થાય એટલે તેમાં વઘાર કરો, વઘાર માટે એક વાટકી માં ૨ ચમચી ઘી મૂકી તેમાં રાઈ,જીરું,સૂકું લાલ મરચું અને હિંગ નાખી દો અને તે વઘાર ને કુકર મા દાળઢોકળી ની ઉપર નાખી દયો,

  7. 7

    હવે ડુંગળી અને કોથમીર ને બારીક કાપી લ્યો, દાળઢોકળી ને ડિશ માં કાઢો અને તેની ઉપર ડુંગળી ને કોથમીર નાખી સર્વ કરો..

  8. 8

    આ ગુજરાતી ડિશ જમવાની ખૂબ મજા આવે છે તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ ભાવશે....આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

Similar Recipes