દુધીનો ઓળો (Dudhi no olo in gujrati)

Moxika Antani
Moxika Antani @cook_22321711
શેર કરો

ઘટકો

  1. 1 નંગદુધી
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 2 નંગઝીણા સમારેલા ટમેટા
  4. 2 ટીસ્પૂનઆદુ મરચાં અને લસણની પેસ્ટ
  5. 1/2બાઉલ ઝીણી સમારેલી કોથમીર
  6. 2 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  7. 3 ટેબલ સ્પૂનતેલ
  8. 1 ટીસ્પૂનજીરુ
  9. 1/2 ટીસ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને બરાબર કોરી કરી લેવી તેના પર તેલ લગાવી કાપા કરી લેવા પછી તેને ગેસ પર ફેરવતા જઈ શેકી લેવી

  2. 2

    હવે દુધી બરાબર શેકાઈ ગયા પછી તેને થોડી ઠંડી થઈ જાય પછી તેની છાલ કાઢી લો અને તેને છુંદી લો

  3. 3

    હવે એક પેનમાં લઈ તેલ ગરમ થઈ ગયા પછી તેમાં હિંગ અને જીરાનો વઘાર કરી લો

  4. 4

    પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી સાંતળી લો

  5. 5

    સાતડાઇ ગયા પછી તેમાં ડુંગળી નાખી તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો

  6. 6

    પછી તેમાં ટામેટા નાખી તેને ચડવા દો હવે મેષ કરેલી દૂધીને તેમાં નાખો

  7. 7

    પછી લાલ મરચું પાવડર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકી અથવા ખુલ્લુ છે તેને ચડવા દો

  8. 8

    પાંચ મિનિટ ઓળો ચડી ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર ધાણાભાજી છાંટી દૂધીના ઓળા ને બાજરાના રોટલા અથવા જુવારના રોટલા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

Similar Recipes