દેશી દાલ પકવાન (Dal pakwan recipe in gujrati)

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પકવાન બનાવવા માટે
  2. ૫૦૦ ગ્રામ મેંદો
  3. 1ચમચો તેલ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ચપટીઅજમો
  6. જરૂર મુજબ પાણી
  7. દાળ બનાવવા માટે
  8. 1 વાટકીચણાની દાળ
  9. અડધી ચમચી હળદર
  10. સ્વાદ મુજબ મીઠું
  11. અડધી ચમચી ગરમ મસાલો
  12. 1 વાટકીલસણની ચટણી
  13. 1 વાટકીકોથમીર મરચા ની ચટણી
  14. 1તપેલી ખજૂર આમલીની ચટણી
  15. 2પેકેટ મસાલા સીંગ
  16. 2 વાટકીઝીણી સેવ
  17. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  18. 500 ગ્રામબાફેલા બટેટા
  19. 2 ચમચીલસણની ચટણી ની પેસ્ટ
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેમાં મીઠું તેલ અને અજમો નાખી કઠણ લોટ બાંધવો છે પછી તેને પંદરથી વીસ મિનિટ ઢાંકીને રાખવાનો છે પછી તેમાંથી નાના-નાના લુઆ લઈ તેને રોટલીની જેમ વણી નાખવાના છે પછી તેને મીડીયમ હાય ફ્રેમ પર તળી લેવાના છે પછી તૈયાર છે આપણા પકવાન

  2. 2

    ચણાની દાળને 2 કલાક પલાળીને રાખવી પછી તેને કૂકરમાં ત્રણ થી ચાર સીટી પાડો પછી તેમાં ચપટી હળદર ગરમ મસાલો નાખીને એકવાર જ બ્લેન્ડર ફેરવો આખી પાખી રાખવાની છે અને ઉપરથી થોડી કોથમીર ભભરાવો દાળને થોડી આછી રાખવાની છે કેમ કે તેને ગરમ કરવાથી તે કાઢી થાય છે

  3. 3

    પછી બધી ચટણીઓ તૈયાર કરીને રાખો અને એક ડીશમાં પકવાન નો ભૂકો કરી તેમાં ઉપર ચણાની દાળ નાખી અને પછી તેમાં મીઠી ચટણી લસણની ચટણી તીખી ચટણી સેવ ડુંગળી મસાલા બી આ બધું નાખી પછી ઉપર થી કોથમીર નાખો

  4. 4

    અને તૈયાર છે તમારો દાળ પકવાન ખાવા માટે આમાં તમે લસણીયા બટેટા પણ નાખી શકો છો બાફેલ બટેટા માં લસણની ચટણી ને ઢીલી કરીને ભેળવી દો પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ભભરાવો તૈયાર છે લસણીયા બટેટા અને તે પણ આની ઉપર નાખીને ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594
પર

Similar Recipes