ભરેલા ભીંડા બટાકા નું સાક

Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470

ભરેલા ભીંડા બટાકા નું સાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ ભીંડો
  2. 2 નંગબટેકા
  3. 1 નંગટામેટું
  4. મસાલો બનાવવા માટે
  5. 3 ચમચીચવાણું
  6. 3 ચમચીગાંઠિયા
  7. કોથમીર
  8. ૧+૧/૨ ચમચી કાશ્મીરી મરચું
  9. 1 ચમચીધાણાજીરુ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી લસણની ચટણી
  12. મીઠુ સ્વાદ અનુસાર
  13. ચપટીહિંગ
  14. ચપટીગરમ મસાલો
  15. 2પાવરા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને વચ્ચે ચેકો પાડી સુઘારી લેવો પછી બટાકા ની ચિપ્સ કરી લેવી

  2. 2

    પછી મસાલો કરવો ચવાણું અને ગાંઠિયા નો ભૂકો કરવો પછી બધા મસાલા કરવા અને બધું મિક્સ કરવું

  3. 3

    પછી ભીંડા માં મસાલો ભરવો

  4. 4

    હવે એક કડાઈ માં તેલ મૂકી બટાકા ની ચિપ્સ થોડીવાર સંતાડવી ચિપ્સ સંતળાય જાય પછી ભીંડો નાખવો અને મિક્સ કરવું

  5. 5

    પછી કડાઈ ઉપર થાળી ઢાંકી થાળી માં પાણી મૂકી વરાળે ચડવા દેવું

  6. 6

    સાક ચડી જાય પછી તેમાં ટામેટું અને ઉપર મસાલો નાખી ૨ મિનિટ ચડવા દેવું

  7. 7

    તૈયાર છે ભરેલા ભીંડા બટાકા નું સાક એક બાઉલ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

ટિપ્પણીઓ

Similar Recipes