વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ

#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાકભાજીને ધોઈને સુધારી લો. ચોખા અને બધી જ દાળને એક તપેલામાં લઈ બે થી ત્રણ પાણીથી ધોઈ નાખો.
- 2
બધા જ કઠોળ ને ૪ થી ૫ કલાક પલાળી રાખો.અને એક સીટી કરી બાફી લો. થોડા ઘણા બફાઈ જાય એટલે બધું જ પાણી કાઢી ચારણીમાં રાખી દો.
- 3
હવે મોટુ કુકર લઈ. હવે તેની અંદર તેલ નાખો. તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, બાદીયા મીઠો લીમડો બધું જ નાખી, તતડી જાય એટલે તરત જ આદુ,મરચાની પેસ્ટ,ડુંગળી, લસણ ઝીણા સુધારેલા બધું જ નાખી હલાવો.
- 4
ત્યારબાદ તેની અંદર બધા સુધારેલા શાકભાજી નાખો.ફરી ચમચાથી ફેરવો અને એની અંદર મીઠું, મરચું, હળદર પણ નાખી દો. અેક મીનીટ પછી થોડા બાફેલા બધા જ કઠોળ પણ નાખી દો અને હલાવીને, એક મિનિટ માટે ચઢવા દો.
- 5
હવે ચોખા અને બધી જ દાળ, આપણે ધોઈને રાખ્યા હતા, એ પણ નાખી દો. ફરી એની અંદર જરૂર પૂરતો મસાલો કરો. એની અંદર જરૂરિયાત મુજબનો પાણી એડ કરો. કુકર ઢાંકીને રહેવા દો.
- 6
હવે ત્રણથી ચાર સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. પાંચ મિનિટ પછી કુકર ખોલી લો.આપણી વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ રેડી થઈ ગઈ છે...તેને સર્વિંગ પ્લેટમાં કાઢી તમારી રીતે ગાર્નિશિંગ કરી સર્વ કરો...
- 7
વઘારેલી ખીચડી ખાવાની બહુ મજા આવે છે.એની અંદર બધા જ કઠોળ અને શાકભાજીના નાખવાથી હેલ્ધી પણ બને છે,અને છોકરાઓ પણ ખીચડી ખાય એટલે એની અંદર રહેલા બધા જ વિટામિન્સ, પ્રોટીન બાળકની અંદર શરીરમાં જાય. આ ખીચડી ખૂબ હેલ્ધી હોય છે, નાના-મોટા સૌને ભાવે છે.......
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)
#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે. Asmita Rupani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી.. Dr. Pushpa Dixit -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKRવઘારેલી ખીચડી દરેક ઘરમાં બનતી હોય છે..અને ફટાફટ તૈયાર પણ થઈ જાય...અને વનમિલ પોટ આહાર છે.. જેમાં શાકભાજી, દાળ, ચોખા તથા ઘી , મસાલા નો ઉપયોગ હોવાથી.. જેથી શરીરમાં બધાં જ વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું જ મળી રહે છે.. Sunita Vaghela -
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
વઘારેલી ખીચડી
#zayakaqueens#પ્રેઝન્ટેશનચાલો મિત્રો આજે ગુજરાત ની ફેમસ વઘારેલી ખીચડી ની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મિક્સ કઠોળની ખીચડી
#કુકરખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો. Kalpa Sandip -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Linlmaખીચડી એક હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે.મેં ચાર પ્રકારની દાળ અને ચોખા નો ઉપયોગ કરી ખીચડી બનાવી છે. તેમાં જે વેજીટેબલ્સ ઉપયોગ કરવો હોય તે નાખી અને પૌષ્ટિક બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
-
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં કાઠીયાવાડી ભોજન બધાને ભાવે છે. તેમાં પણ તેલ મસાલાથી ભરપૂર એવું કાઠીયાવાડી સ્વાદિષ્ટ ભોજન મારા બંને બાળકો પણ પસંદ કરે છે. અમારા ઘરની ગિરનારી ખીચડી અમારી સોસાયટીમાં ખૂબ જ ફેમસ છે. એટલા માટે આજે હું તમારી સાથે આ કાઠીયાવાડી ગિરનારી ખીચડી ની રેસીપી શેર કરું છું. ગિરનારી ખીચડી જો દહીં તીખારી સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. Asmita Rupani -
વઘારેલી ખીચડી
#ઇબુક૧#૧૯ વઘારેલી ખીચડી ગુજરાતી લોકો ની ઓળખ છે. ખીચડી એ આપડા દેશ નો પારંપરિક ખોરાક છે. ઘણા મંદિર ની અંદર ખીચડી પ્રસાદ રૂપે આપવામાં આવે છે. Chhaya Panchal -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
-
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
વૃંદાવન ખીચડી
#ખીચડીઆ સાત્વિક વાનગી છે.એની ખાસિયત એ છે કે તેમાં લસણ અને ડુંગળી નો ઉપયોગ થતો નથી કારણકે આ ખીચડી કૃષ્ણ મંદિર માં ભગવાન ને ધરાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે અપાય છે. આ થોડો ગળ્યો સ્વાદ પણ ધરાવે છે.કહેવાય છે કે 'ખીચડી ના ચાર યાર; દહીં, પાપડ, ઘી, આચાર'..... તો એવી રીતે જ આ ખીચડી સર્વ કરી છે. Bijal Thaker -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
મગની પીળી ખીચડી
#goldenapron2#week1#gujratગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.lina vasant
-
-
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
-
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (8)