સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#JSR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ માટે
  1. 1/2 કપલીલી ફોતરાવાળી મગની દાળ
  2. 1/2 કપખીચડીયા ચોખા
  3. 1/2 Tspહળદર
  4. 1/4 Tspહીંગ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 Tbspધી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલમાં દાળ અને ચોખાને સરખા ભાગે લઈ, બરાબર રીતે મિક્સ કરી, ચોખ્ખા પાણીથી ધોઈ, ત્રણ ગણુ પાણી ઉમેરી બે કલાક માટે પલાળી રાખો.

  2. 2

    ખીચડી કુકરમાં મુકતી વખતે તેમાં હળદર, મીઠું અને હિંગ ઉમેરો.

  3. 3

    તેમાં ઘી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી કુકરમાં પાંચ થી છ વિસલ વગાડો.

  4. 4

    જેથી ગરમા ગરમ સાદી ખીચડી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  5. 5

    મેં સાદી ખીચડી ને પાપડ, છાશ અને અથાણા સાથે સર્વ કરી છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes