સાબુદાણા ખીચડી (Sabudana Khichdi recipe in gujarati)

Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101

સાબુદાણા ખીચડી (Sabudana Khichdi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 persons
  1. 1 વાટકીસાબુદાણા
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 1 નંગલીલું મરચું
  4. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  5. અડધી ચમચી જીરૂ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 3ચમચા તેલ
  8. 1 ચમચીલાલ મરચું પાવડર
  9. અડધી ચમચી મરી પાવડર
  10. અડધી ચમચી લીંબુનો રસ
  11. 2 ચમચીફરાળી ચેવડો
  12. કોથમીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ૧ વાટકી સાબુદાણાને લઈ પાણીથી વોશ કરી અને અડધી વાટકી પાણી ઉમેરો. સાબુદાણા ડુબે તેના કરતા ઓછું પાણી રાખવું. હવે સાબુદાણાને overnight પલાળી રાખવા. 8/10 કલાક પલાળી રાખવાથી સાબુદાણા એકદમ છુટા બનશે.

  2. 2

    હવે પલાળેલા સાબુદાણા એકદમ સરસ છુટ્ટા બની ગયા છે. એક પેનમાં 3 ચમચા તેલ લઈ ગેસ પર ગરમ કરવું ત્યારબાદ તેમાં જીરૂ ઉમેરો.

  3. 3

    તેમાં લીલું મરચું ઉમેરો અને બાફેલા બટાકા ઉમેરવા. ધીમા થી મીડીયમ ગેસ પર બે મિનીટ સુધી બટાકા ને સાંતળી લેવા.

  4. 4

    ત્યારબાદ તેમાં મસાલા કરવાના સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી મરી પાવડર ૧ ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો.

  5. 5

    હવે તેમાં એક ચમચી સીંગદાણાનો ભૂકો અને સાબુદાણા ઉમેરી બધું મિક્સ કરી એક મિનિટ સુધી કુક કરી લો. હવે ગેસની flame off કરી. સર્વિંગ બાઉલ લઇ તેમાં સાબુદાણાની ખીચડી ઉમેરી તેના પર ફરાળી ચેવડો અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે સાબુદાણા ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101
પર

Similar Recipes