મોહનથાળ (Mohanthal recipe recipe in gujarati)

Kilu Dipen Ardeshna
Kilu Dipen Ardeshna @cook_22316803
junagadh

મોહનથાળ (Mohanthal recipe recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ ચણા નો લોટ
  2. ૧ કપ ઘી
  3. ૩ ટેબલસ્પૂન દૂધ
  4. ૧ કપ અને ૨ ટેબલસ્પૂન ખાંડ
  5. ૧ કપ પાણી
  6. બદામ, પિસ્તા ની કતરણ અને ખસખસ ના બી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ માં ૩ ટેબલસ્પૂન ઘી અને દૂધ નાખી મીક્સ કરો. આ પ્રોસેસ ને ધાબો આપવો કેવાય. સરખી રીતે ધાબો દઈ ને એકસરખું મીક્સ કરી ને ૨૦-૨૫ મિનિટ રાખો.

  2. 2

    એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ નાખી ને સરખું મિક્સ કરો.

  3. 3

    ચણા ના લોટ અને ઘી ને સરખું ગરમ કરી ને ધીમા તાપે ચોડવો. સરખું ડાર્ક બ્રાઉન થાય પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    ખાંડ અને પાણી ને ગરમ કરી ને એક થી દોઢ તાર ની ચાસણી બનાવી લો.

  5. 5

    એકદમ ગરમ ના હોઈ ત્યારે લોટ અને ચાસણી બંને થોડા થોડા ગરમ હોય ત્યારે મિક્સ કરી દો. અથવા ગમે તે એક એકદમ ગરમ હોય અને બીજુ ઠંડુ હોઈ ત્યારે મિક્સ કરી દો.

  6. 6

    હવે થાળી માં નાખી ને કટ કરી ઉપર થી બદામ પિસ્તા અને ખસખસ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kilu Dipen Ardeshna
Kilu Dipen Ardeshna @cook_22316803
પર
junagadh
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes