શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#મોમ
#પોસ્ટ 3
મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે.

શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)

#મોમ
#પોસ્ટ 3
મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ વ્યક્તિ
  1. ૬-૭ નંગ નાના બટાકા
  2. 2 ચમચીતેલ
  3. 1 નંગમોટો એલચો
  4. 1નાનો ટુકડો તજ
  5. 1 ચમચીશાહી જીરું
  6. ૧/૨ કપ દહીં
  7. 1 ચમચીવરિયાળી
  8. 1 ચમચીસુંઠ પાવડર
  9. ૧૧/૨ ચમચી કાશ્મીરી લાલા મરચું
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે
  12. ગ્રેવી માટે
  13. 1 નંગટામેટા ની પ્યુરી
  14. 2 નંગડુંગળી ઉભી સમારેલી
  15. 1 ચમચીચોપ આદુ
  16. 1 ચમચીલસણ પેસ્ટ
  17. 1 ચમચીલાલ મરચું
  18. 1 ચમચીહરદલ
  19. 1 ચમચીધાણાજીરું
  20. 1 ચમચીગરમ મસાલો
  21. ચપટીખાંડ
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. 1 ચમચીકાજુ ની પેસ્ટ
  24. 2 ચમચીફ્રેશ મલાઈ
  25. 1 ચમચીકસૂરી મેથી
  26. પનીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને કુકર માં ૧ વીસલ વગાડી લો.પછી ઠંડુ પડે પછી તેની છાલ કાઢી લો.હવે તેને ફોક ની મદદ થી કાના પાડો.હવે તેને કઢાઈ માં તેલ ગરમ થાય પછી તેને તળી લો.

  2. 2

    હવે એક બાઉલમાં દહીં લો. પછી તેમાં વરિયાળી અને સુંઠ ની પાવડર ઉમેરો.(આ મારો સીક્રેટ મસાલો.છે. જે ટેસ્ટ ને વધારે છે).હવે હલાવી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં એલચો,તજ અને શાહી જીરું ઉમેરી સાંતળો.હવે તેમાં લાલ મરચુ ઉમેરો. પછી તરત જ થોડું પાણી ઉમેરી હલાવો.હવે તેમાં દહીં ઉમેરો. દહીં ઉમેરી સતત હલાવતા રહો. જેથી લમ્સ ના પડે.

  4. 4

    હવે તેમા તેલ છૂટું પડે પછી તેમાં તળેલા બટાકા ઉમેરો. હવે તેને ઢાંકી ને ચડવા દો.બટાકા બધો રસો પી જશે ત્યાં સુધી થવા દેવું. પછી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    હવે બીજા પેન માં તેલ લઇ તેમાં આદુ,લસણ ડુંગળી સાંતળો.ડુંગળી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી સાંતળો.પછી ગેસ બંધ કરી ઠંડુ પડે પછી તેને મિક્સર જાર માં સ્મૂધ પેસ્ટ કરી.લો.

  6. 6

    હવે તેજ પેન ગરમ થાય પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો.તેમાં લાલ મરચું, હરદલ,ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઉમેરી સાતળી લો.

  7. 7

    હવે એમા બ્રાઉન પેસ્ટ ઉમેરો.હવે તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરો.તેમાં થોડું પાણી ઉમેરી ચડવા દો.હવે તેમાં ચપટી ખાંડ ઉમેરો.હવે તેમાં ફ્રેશ ક્રિમ ઉમેરો.હવે તેમાં કસૂરી મેથી ઉમેરી હલાવો.

  8. 8

    હવે સ્ટેપ 4 માં આ ગ્રેવી ઉમેરો. હવે તેમાં થોડું પાણી છાતી ને લીડ ઢાંકી ૫ મિનિટ થવા દો.તેલ છૂટું પડશે.

  9. 9

    હવે શાહી દમ આલુ રેડી છે. તેને ઉપર પનીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

Similar Recipes