મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#મોમ
મારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....

એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે.

મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)

#મોમ
મારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....

એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪-૫ વ્યક્તિ
  1. ઢોસા ના ખીરુ માટે
  2. 2 વાટકીસાદા ભાત
  3. ૧/૨ વાટકી સફેદ અડદની દાળ
  4. 1 વાટકીચણાની દાળ
  5. 1 વાટકીદહીં
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. બટાકાના માવા માટે
  8. ૩-૪ બાફેલા બટાકા
  9. 1સમારેલી ડુંગળી
  10. ૧-૧ ચમચી જીરું, રાઈ, ચણાની દાળ
  11. 1 ચમચીસાંભાર મસાલો
  12. લાલ મરચું પાવડર, હળદર અને મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ સાદા ભાત, અડદની દાળ અને ચણાની દાળને પાંચ થી છ કલાક સુધી પલાળીને, દહીં એડ કરી ઢોસા માટેનું ખીરું તૈયાર કરવું. જરૂર મુજબ મીઠું એડ કરવું.

  2. 2

    બટાકાનો માવો તૈયાર કરવા એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને ચણાની દાળ ઉમેરવી. ત્યારબાદ તેમાં ડુંગળી અને હળદર એડ કરીને પાંચ મિનિટ કુક કરવું.

  3. 3

    બાફેલા બટાકા, સાંભાર મસાલો, લાલ મરચું પાવડર અને જરૂર પ્રમાણે મીઠું એડ કરી દસ મિનિટ ધીમા તાપે કુક કરવું.

  4. 4

    આ ઢોસા બનાવતી વખતે લસણની ચટણીઅને ચાટ મસાલા નો ઉપયોગ જરૂરથી કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

ટિપ્પણીઓ (3)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
આમા પોહા ય સોજી ઉમેરી શકાય?

Similar Recipes